તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના કમીજલા ગામે 18 એપ્રિલ ગુરુવારે કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા ની અધ્યક્ષતા માં ભાજપની સભા યોજાઇ હતીજેમાં સભાને સંબોધન કરતા કુવરજી બાવળીયા કોંગ્રેસને આડે હાથ લીધી હતી

જેમાં શંકરભાઈ વેગડ વિરમગામ વિધાનસભા ઇન્ચાર્જ ડોક્ટર તેજશ્રીબેન પટેલ પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા સહીત ભાજપ તાલુકા હોદ્દેદારો,કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને વિરમગામ એપીએમસી ચેરમેન તરીકેના ચાલુ હોદ્દા ઉપર હતા ત્યારે ટૂંકી માંદગી માં પ્રેમજીભાઈ વડલાણી નુ તાજેતરમાં જ નિધન થયું હતું સ્વ.પ્રેમજીભાઈ વડલાણી પરિવાર નળકાંઠા વિસ્તારમાં તળપદા કોળી સમાજ સહિત અન્ય જ્ઞાતિ આગેવાનો સાથે ધરોબો છે ત્યારે 18 એપ્રિલે કુવરજી બાવળીયા ની અધ્યક્ષતા માં પ્રેમજીભાઈ ના પુત્રો શાંતિલાલ વડલાણી અને જગદીશભાઈ વડલાણી સહિત આગેવાનો અને સરપંચો સહિત 100થી વધુ લોકોએ ભાજપનો કેસરીયો ધારણ કરતા વિરમગામ તાલુકા કોંગ્રેસમાં ભૂકંપ જેવો માહોલ સર્જાયો છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સોમાભાઈ કોળી પટેલ ના પરંપરાગત વોટ માં મોટું ગાબડું પડી શકે છે

કોંગ્રેસના શાંતિલાલ વડલાણી અને જગદીશભાઈ વડલાણી કોળી પટેલે ભાજપનો કેસરીયો ધારણ કર્યો

અન્ય સમાચારો પણ છે...