તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરમગામ ડોક્ટર એસો. દ્વારા મામલતદારને આવેદન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ડીયન મેડીકલ એસોસિએશન વિરમગામ બ્રાન્ચ દ્વારા બ્રાન્ચ પ્રેસિડેન્ટ ડૉ.અશ્વિન શાહ અને સેક્રેટરી ડૉ.રાગેશ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય ડૉ.તેજશ્રીબેન પટેલની રાહબરી નીચે વિરમગામ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

વિરમગામ ડોક્ટર એસો. દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર દેશભરમાં ડોક્ટર પર વારંવાર દર્દીઓના સગા સંબંધીઓ દ્વારા જીવલેણ હુમલાઓ થાય છે જેથી ડોક્ટરોને સતત ભય અને ડરના ઓછાયા નીચે રહીને સારવાર કરવી પડે છે થોડા દિવસ પહેલાં જ NRS કોલેજ કલકત્તામાં ડૉ. પરીબાહ મુખર્જી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને તેમને ic.c.u.માં જીવન મરણ વચ્ચે સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે ઈન્ડીયન મેડીકલ એસો.ના તમામ ડોક્ટરો આ બનાવ નો સમગ્ર ભારતમાં વિરોધ કરે છે ત્યારે વિરમગામના પણ તમામ ડૉક્ટરો આ વિરોધમાં પોતાનો સુર પૂર આવે છે અને વિરોધ વ્યક્ત કરવા 14 જૂન શુક્રવારે કાળી પટ્ટી ધારણ કરી વિરમગામના તમામ ડોક્ટરોએ વિરોધ દર્શાવ્યો હતો અને મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા આવા બનાવો અટકશે નહીતોજરૂર પડે આકરા પગલાં લેતા અચકાશે નહીં તેમ આવેદનપત્રમાં જણાવેલ છે

અન્ય સમાચારો પણ છે...