તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાજીપુરા દૂધ મંડળીના વિવાદને લઇ બે જૂથો વચ્ચે હિંસક મારમારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાની ગાજીપુરાની દૂધ મંડળીનો વિવાદી વહીવટ ચરમસીમાએ પહોંચતા ગામના બે જૂથો વચ્ચે મારામારી થતા બોડેલી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ છે.

બોડેલી તાલુકાના ગાજીપુરા ગામની દૂધ મંડળીનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. બે જૂથો વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. પરંતુ આ વિવાદ ચરમસીમાએ પહોંચી મારામારી સુધી પહોંચ્યો હતો. સાંજે સુનિલભાઈ અરવિંદભાઈ નાયક દૂધ ડેરીમાં દૂધ ભરવા ગયા હતા. ત્યારે ડેરી ઉપર હાજર મોતી ઉર્ફે આશિષભાઈ રામાભાઈ રાઠવાએ તેઓને જાતિ વાચક ઉચ્ચારણો કરીને કહ્યું કે તારે અમારી ડેરીએ દૂધ ભરવા આવવાનું નહીં. જેથી સુનિલ ભાઈ ડેરી ઉપરથી દૂધ લઈને તેમના ઘરે પરત થઈ જમીને સુઈ ગયા હતા અને સવારે તેઓ ગામના ઇશ્વરભાઇ ભગુભાઈ બારીયાના ઘર આગળથી પસાર થતા રસ્તા પરથી તેમના ખેતરે જઈને સાડા નવ વાગ્યાના અરસામાં ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે ઇશ્વરભાઇ ભગુભાઈ બારીયા તેમના ઘર આગળ હાથમાં લાકડી લઈને નાયકડા તું બહુ ફાટી ગયો છે તેમ કહી તારે અમારી ડેરીએ દૂધ ભરવાનું નહીં કેમ ગમે તેમ બોલવા લાગેલા એટલામાં મોતી ઉર્ફે આશિષ ભાઈ રામાભાઈ રાઠવા, કોકિલાબેન રામાભાઇ રાઠવા, શીવાભાઈ છોટાભાઈ બારીયા, સાકરભાઇ મોહનભાઈ બારીયા, રોહનભાઇ મુકેશભાઈ બારીયા, મુકેશભાઈ ભટુભાઈ બારીયા, ગોપાલભાઈ મહિપત ભાઈ બારીયા, મહિપત ભાઈ નારણભાઈ બારીયા, મહેન્દ્ર ભાઈ અર્જુનભાઈ બારીયા ગીતાબેન પ્રતાપભાઈ બારીયા અને પ્રતાપભાઈ ઈશ્વરભાઈ બારીયા વિઘા હાથમાં લાકડી લઈ દોડી આવ્યા હતા. જેમાંથી પ્રતાપ બારીયાએ સુનિલ બારીયાને માથાના ભાગે મારી હતી તું બહુ ફાટી ગયો કહી તેને મારી નાખો તેમ કહી તેને બધા મારવા લાગતા સુનિલે બૂમાબૂમ કરી હતી. જેથી તેના ફળિયાના પ્રભુદાસભાઈ નરસિંહભાઈ બારીયા,

...અનુસંધાન પાના નં.2

12 વર્ષથી સભા બોલાવી નથી અને અધિકારીઓ પગલાં ન લેતા રોષ
ધોળીવાવ ગામની દૂધ મંડળીને ગ્રામજનો દ્વારા તાળાંબંધી કરાઇ
જ્યાં સુધી સભા નહીં બોલાવાય ત્યાં સુધી મંડળીના તાળાં ખુલશે નહીં
ભાસ્કર ન્યૂઝ બોડેલી

બોડેલી તાલુકાના ધોળીવાવ ગામની દૂધ મંડળીનાં એકહથ્થુ અને મનસ્વી ચાલી રહેલા વહીવટને લઈને છેલ્લા 12 વર્ષથી પ્રમુખ અને મંત્રીએ સાધારણ સભા નહીં બોલાવતા રોષે ભરાયેલા ગ્રામજનોએ છેવટે દૂધ મંડળીની ઓફિસને તાળાબંધી કરી દીધી હતી.

બોડેલી તાલુકાના ધોળીવાવ ગામે દૂધ મંડળીમાં મંત્રી તેમજ પ્રમુખ દ્વારા 2007થી એટલે કે છેલ્લા બારેક વર્ષથી સાધારણ સભા જ બોલાવી નથી. જેથી મંડળીનો હિસાબ સભાસદોને આપ્યો નથી. તેવો આક્ષેપ ગ્રામજનોએ પ્રમુખ મંત્રી પર લગાવ્યો છે. ગ્રામજનોએ આ અંગે લાગતા વળગતા અધીકારીઓ જિલ્લા રજીસ્ટ્રાર એમ.ડી, પ્રમુખ, દૂધ શીત કેન્દ્ર અલહાદપુરા સહીતનાઓને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાંય કોઈ જ નિકાલ ના આવતા છેવટે ગ્રામજનોએ ધોળીવાવ ડેરી પર હલ્લો બોલાવીને તાળાબંધી કરી હતી.બહારના ભાગે તાળુ માર્યું હતું. જેથી ગ્રામજનોએ અંદરના ભાગે તાળુ મારી ડેરીને તાળાબંધી કરી હતી. હવે જ્યાં સુધી સભા નહીં બોલાવે ત્યાં સુધી તાળું ખુલશે નહીં.

ધોળીવાવ ગામ દૂધ મંડળીને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી.વલ્લભ શાહ

અન્ય સમાચારો પણ છે...