તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી કલોલીમાં ગ્રામજનોએ ફાળો કરી શાળામાં બોર બનાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા તાલુકાની મોટી કલોલી પ્રાથમિક શાળામાં શિક્ષકો અને ગ્રામજનોએ સાથે મળી પાણીનાં બોરવેલનું નિર્માણ કાર્ય આરંભ્યું છે. મોટી કલોલી પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયતના બોરનું પાણી આવતું હતું. પરંતુ શાળાના ભાગે જમીન લેવલ ઊંચુ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણીનું પ્રેસર મળતું નહોતું. આથી, સ્વખર્ચે જ બોર બનાવવાનો નિર્ણય લીધો હતો.

મોટી કલોલી પ્રાથમિક શાળામાં પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે શાળાના આચાર્ય વિષ્ણુભાઈ દેસાઇ અને શિક્ષકોએ નેમ લીધી કે કોઇ પણ ભોગે શાળામાં સ્વતંત્ર બોરવેલનું નિર્માણ કરવું. શાળાનાં આચાર્ય તથા શિક્ષકોએ સાથે મળી રૂ.25 હજારનો ફાળો આપી પોતાનાથી જ આ કાર્યની શરૂઆત કરી હતી. કેટલીક સેવા ભાવી સંસ્થાઓનો પણ આર્થિક સહકાર મેળવ્યો તેમજ બાકીના નાણાં ગ્રામજનોએ એકઠા કર્યાં હતાં. છેવટે આ કાર્યનો આરંભ થયો અને તાજેતરમાં ગ્રામજનો અને શિક્ષકોની ઉપસ્થિતિમાં શાળાની બાળાઓનાં હસ્તે વિધિવત રીતે બોરવેલના નિર્માણના કાર્યનો પ્રારંભ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...