તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેલી ગામે ગોમાનદીમાં રેતી ખનન મુદ્દે ગામલોકોનો હલ્લો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેલીગામ પાસેથી પસાર થતી ગોમાનદીમા ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનિજ માફિયાઓ સામે જનતા રેડ કરતા ખનીજ માફિયાઓ સાથે હલ્લાબોલ થયો હતો. જ્યારે સ્થળ ઉપર આવેલ ખાણ ખનીજ વિભાગે ભરેલા ત્રણ ટ્રેક્ટર ગોધરા ખાણ ખનીજ વિભાગે જપ્ત કરી તજવીજ હાથ ધરી હતી.

વેજલપુર પાસે સુરેલી ગામની બાજુમાંથી પસાર થતી ગોમા નદીમાં રેતી ખણન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થતું હોવાના કારણે જનતાએ અનેકવાર ખાણ ખનીજ વિભાગને જણાવ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ખાણ ખનીજ વિભાગ પર થતાં હુમલાને લઇ ખાણ ખનીજ વિભાગ ખનીજ માફિયાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની આનાકાની કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું હતું. ખનીજ માફિયાઓ સામે ગ્રામજનોએ નદીના પટમાં પહોંચીને ખનીજ માફિયાઓને ઘેરો ઘાલતા બંને વચ્ચે હલ્લા બોલ મચી ગયો હતો. જેની જાણકારી અને વેજલપુર પોલીસ,ખાણ ખનીજને મળતા ઘટનાસ્થળે પહોંચી પોલીસે મામલાને શાંત પાડયો હતો

ત્રણ ટ્રેક્ટરોને કચેરીએ લાવી સીઝ કર્યા
સુરેલી નદીમાંથી ત્રણ ટ્રેક્ટરોને જિલ્લા કલેકટર કચેરીએ લાવી સીઝ કરવામાં આવ્યા છે ગ્રામજનો જણાવે છે કે ટ્રેકટરના માલિક સુરેલી ગામના સરપંચના તેમજ બીજા અન્ય વ્યક્તિના છે પરંતુ ટ્રેક્ટરના માલિકની ખરાઇ કરી વધુ કાર્યવાહી કરીશું. એમ.એચ.શેખ 4મદદનીશ ભૂસ્તરશાત્રી ગોધરા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો