તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચમહાલમાં વિદ્યાસહાયક સ્થળ પસંદગી કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 25 ફેબ્રુઆરીના રોજ ગોધરા તાલુકાના અંબાલી છાત્રાલય બી.આર.સી ભવન ખાતે નવનિયુક્ત ઉચ્ચ વિદ્યાસહાયક સ્થળ પસંદગી નિયામક,પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર અને જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ ના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો.

જિલ્લા કક્ષાની સમિતિ શિક્ષણ સમિતિ ચેરમેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી.એમ.પટેલ ,આચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ અને પંચમહાલ શિક્ષણ ટીમ દ્વારા સંપૂર્ણ પારદર્શક રીતે રાજ્યકક્ષાએથી મળેલું ઉમેદવારોના મેરિટ મુજબ અસલ પ્રમાણપત્રો તેમજ મેરીટ ગુણ ચકાસણી નિયમોનુસાર મેરિટ ક્રમ મુજબ શાળાઓની સ્થળ પસંદગી કરી ગણીત- વિજ્ઞાનના કુલ 194 ઉમેદવાર તેમજ સામાજિક વિજ્ઞાનના કુલ 13 ઉમેદવારોની સ્થળ પસંદગી કરવામાં આવી. ઘણા લાંબા સમયથી જિલ્લા પ્રાથમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ઘટ હતી જે પૂર્ણ થઈ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો