તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

POK પર કરાયેલ હુમલાનો શિનોર પંથકમાં વિજયોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

શિનોર પંથકમાં ભારતીય વાયુદળના ફાઈટરોએ પીઓકેમાં ઘુસીને બોમ્બારો કરી આતંકવાદીઓના કેમ્પો ઉડાવી દેતા જશ્નનો માહોલ છવાયો હતો. આતશબાજી દ્વારા વીર જવાનોના પરાક્રમને બિરદાવ્યો હતો. સમગ્ર પંથકમાં ભારત માતા કી જય, વંદે મારતરમથી ગુંજી ઉઠ્યુ હતું.

કાશ્મીરના પુરવામા પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાોની બસને વિસ્ફોટ કરતા 40થી વધુ જવાનો શહીદ થયા હતા. જેથી સમગ્ર ભારત દેશમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને દેશના નાના નાના ગામડાઓથી લઈ શહેરમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિના ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા. પુલવામાના હુમલાનો જવાબ ભારતના વાયુદળના ફાઈટરો દ્વારા તા. 27ના રોજ મળસ્કે પીઓકેમાં ઘુસીને આતંકવાદીઓના કેમ્પો પર બોમ્બાર કરી આતંકી અડ્ડાઓનો ખાત્મો કર્યાના સમાચાર મળતા સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઠેર ઠેર આતશબાજી કરી ઉત્સાહ બતાવ્યો હતો. શિનોર તાલુકા મથકે બસ સ્ટેન્ડ પર રાતના 9 વાગે સમગ્ર શિનોરના યુવાનો દ્વારા ભારે આતશબાજીની રમઝટ જમાવી હતી. વંદે માતરમ, ભારત માતા કી જયના નારઓથી દેશ ભક્તિમય માહોલ જમાવ્યો હતો અને દેશના શેર જાબાંઝ વીર જવાનોના પરાક્રમને બિરદાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો