શિનોર તાલુકાના સરપંચ સંઘના હોદ્દેદારોની વરણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના સરપંચ સંઘના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે. સરપંચોને નડતા પ્રશ્નો મુશ્કેલીઓના નિરાકરણ માટે હવે સરપંચ સંઘના માધ્યમમાંથી યોગ્ય રજુઆતો કરી શકાશે. અને સરપંચ સંઘના નવા હોદ્દેદારોને આવકારતા એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિનોર તાલુકાના અગ્રણીઓએ ઉપસ્થિત રહી નવા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી છે.

શિનોર તાલુકામાં છેલ્લા ઘણાં વખતથી સરપંચ સંઘના હોદ્દેદારોની વરણી થયેલ નહોતી. તેમાં શિનોર તાલુકાના સરપંચોએ એક મીટીંગ બોલાવી નવા હોદ્દેદારોની નિમણૂંક કરી છે. જેમાં જયેશભાઇ કેસુરભાઇ પટેલ (મોટા ફોફળિયા-સરપંચ)ની પ્રમુખ તરીકે, ઉષાબેન અશોકભાઇ વસાવા (સાધલી-સરપંચ) અને નીકીતાબેન વિશાલભાઇ પટેલ(બારકાલ-સરપંચ) ની ઉપપ્રમુખ, વૈશાલીબેન ચિરાગભાઇ પટેલ (સેગવા-સરપંચ) અને જીતેશબાઇ પ્રાગજીભાઇ પટેલ (દામાપુરા-સરપંચ)ના મંત્રી તેમજ કારોબારી સભ્યો તરીકે હેમરાજસિંહ (કંજેડા-સરપંચ), રોશનબેન દિવાન (કુકસ-સરપંચ), મહેન્દ્રભાઇ વસાવા(અંબાલી-સરપંચ), હિરેનભાઇ પટેલ (સીમળી-સરપંચ) અને ઉન્નતીબેન વસાવા (શિનોર-સરપંચ) તેમજ હસમુખબાઇ જોષી (ઝાંઝડ-સરપંચ)ની ખજાનચી તરીકે સર્વાનુમત્તે નિમણૂંક કરવામાં આવેલ છે.

સરપંચ સંઘના નવા હોદ્દેદારોને શુભેચ્છા આપવા એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. તેમાં તાલુકાના સરપંચો તેમજ આગેવાનોમાં સચીન પટેલ (શિનોર), જીતુભાઇ પટેલ (મોટાફોફળીયા) તેમજ વિકાસ પટેલ (બિથખી) વગેરેનાઓએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી છે. સરપંચ સંઘના માધ્યમથી સરપંચોને પડતી વહીવટી સમસ્યાઓ, પ્રશ્નો તેમજ ગ્રાન્ટ અન્ય વિક્ષેપો માટે સક્ષમ રજુઆતો કરી સરપંચોએ આશાવાદ વ્યક્ત કરેલ છે.

શિનોર તાલુકાના સરપંચ સંઘના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.તસવીર જગદીશ ‌વાળંદ

અન્ય સમાચારો પણ છે...