તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુક પર અજાણી વ્યક્તિ સાથે પ્રેમ કરવો વેજલપુરની મહીલાને ભારે પડયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલોલ તાલુકાની મહિલાને ફેસબુક ફેન્ડ્ સાથે મિત્રતાં થયા બાદ પ્રેમ થઇ જતાં રાજસ્થાનનો ફેસબુક મિત્ર વેજલપુર આવીને મહિલા નગ્ન ફોટા અને વિડીયા કલીપ ઉતારી દીઘી હતી. રાજસ્થાનના યુવકે મહિલા પાસે એક કરોડ રૂપિયાની માંગણી કરીને અને જો ના આપ્યા તો નગ્ન ફોટા અને કલીપ સોસિયલ મીડીયામાં વાયરલ કરી દેવાની ઘમકી આપતાં મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના યુવક વિરુદ્ધ ફરીયાદ નોઘાવી હતી.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માિહતી અનુસાર, વેજલપુરની પરણીત મહિલાના ફેસબુક એકાઉન્ટમાં રાજસ્થાનના જોઘપુરનો હરીશ બાબુલાલ સોની ઉર્ફે હર્ષવદન ફેસબુક ફેન્ડ હોવાથી અવાર નવાર ચેટીંગ કરતાં હતા.

મહિલાનો પુત્ર ધો10 માં અભ્યાસ કરતો હોવાથી તે પાસ થયા પછી કંઇ લાઇન લેવડાવવી તેની માહીતી મારી પાસે છે. તેમ કહીને રાજસ્થાનના હરીશે મહિલા પાસેથી તેનો મોબાઇલ નંબર મેળવ્યો હતો.

ફેસબુક મીત્ર હોવાના બહાને હરીશ વેજલપુર ખાતે મહીલાને ઘરે 15 દિવસ સુઘી રોકાયો હતો.જે દરમીયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. ફેસબુક પ્રેમીએ મહિલાના નગ્ન ફોટા અને અંગત કલીપો મોબાઇલ માં ઉતારી દીઘી હતી.અને મહિલાના છોકરાને એજયુકેશન સારી લાઇન અપાવવી હોય તો મને એક કરોડ રૂપિયા આપ નહિ તો નગ્ન ફોટા અને વિડીયો કલીપ સોસિયલ મીડીયામાં વાયરલ કરીને બ્લેક મેઇલ કરવાની ઘમકી રાજસ્થાનના હરીશ સોનીએ આપી હતી.

મહિલાન પતિના મોલાઇલ પર નગ્ન ડોઠટા મોકલીને તેના પતિ પાસે રૂપિયાની માંગણી કરતાં મહિલાએ વેજલપુર પોલીસસ્ટેશનમાં ફેસબુક પ્રેમી વિરુદ્ધ ફરીયાદ નોધાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો