તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફતેપુરાના માર્ગો પર દબાણો-ટ્રાફિકથી વાહન ચાલકો દંડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરામા જાહેર માર્ગો પર બે ફામ ગેરકાયદેસર રીતે દબાણોનો રાફડો ફાટી નિકળેલો જોવા મળી રહ્યો છે. રસ્તાઓ સાંકડા થતા વાહન ચાલકો સામસામે પસાર ન થઇ શકતા ગામમા ટ્રાફિક સમસ્યા જટીલ બની છે. ટ્રાફિક સમસ્યા ઉભી કરતા વાહન ચાલકો વિરુધ્ધ ફતેપુરા પોલીસે સપાટો બાલાવ્યો છે. બે દિવસમા પોલીસે છકડા, રેકડા, ટેમ્પા, રિક્ષા, મોટર સાયકલો સહિત 30 જેટલા વાહનો ડીટેઇન કર્યા છે. ત્યારે પોલીસ કામગીરીમા અડચણ પેદા કરતા આઠ જેટલા ઇસમો વિરુધ્ધ કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફતેપુરામા છેલ્લા દશ વર્ષથી ટ્રાફિકની સમસ્યાએ માથુ ઉચકયુ છે. ગામના જાહેર માર્ગો પર લોકો દ્વારા ગેરકાયદેસર રીતે કાચા પાકા બાંધકામો કરી દબાણો કરવામા આવ્યા છે. જેના કારણે રસ્તા સાંકડા થતા ટ્રાફિક સમસ્યા ઉભી થવા પામી છે. ગેરકાયદેસ દબાણ દુર કરવા અનેકો વખત ફતેપુરાના જાગૃત નાગરીકો દ્વારા કલેકટર સુધી રજુઆત કરવામા આવી છે. છતા પણ ફતેપુરામા પંચાયત કે સરકાર દ્વારા દબાણ દૂર કરવામા આવતુ નથી.

દૈનિક ટ્રાફિક સમસ્યા રસ્તાઓ પર હાથલારીઓ, રેકડાઓ, મોટરસાયકલોના જયા ત્યા પાર્કિંગ થતા ટ્રાફિક સમસ્યા ડામવા ફતેપુરા પોલીસે બે દિવસમા ડ્રાઇવ હાથ ધરી 30થી વધુ વાહનો ડીટેન કરી સપાટો બોલાવ્યો છે. તંત્ર દ્વારા ફતેપુરામા કાયમી પણે ટ્રાફિક સમસ્યાનો નિકાલ લવાય તે અત્યંત જરુરી બન્યું છે.

ફતેપુરામાં ટ્રાફિક સમસ્યા ઉભી કરતા વાહન ચાલકો વિરુધ્ધ ફતેપુરા પોલીસે સપાટો બાલાવ્યો છે. રીતેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...