તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરજણ પંથકમાં ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન બન્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાની શરૂઆત થતા જ પહેલી વખત કરજણ પંથકમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતુ. આમ સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જતા જેના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. તો ઘણા વાહનચાલકો આગળ કઈ ન દેખાતા રોડની બાજુમાં પાર્કિંગ લાઈટો ચાલુ કરીને ઉભા થઇ ગયા હતા. આમ વાદળની જેમ કરજણ પંથકમાં શિયાળાની શરૂઆત થતાં જ વહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાઇ જવા પામ્યો હતો. જેને લઇને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ધુમ્મસ એટલા પ્રમાણમાં હતું કે જાણે ધરતી પર વાદળ ના ગોટા છવાઈ ગયા હોય એમ વાહનચાલકોને રોડની બાજુમાં પાર્કિંગ લાઈટ ચાલુ કરીને ઉભા રહેવાનો વારો આવ્યો હતો ઘણા વાહનચાલકો એકદમ ધીમી ગતિએ પોતાના વાહન કરતા હતા ગાઢ ધુમ્મસને વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...