તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસેડીથી કાર અને બોડેલીથી મોટર સાઇકલની ચોરી થઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના વસેડી ગામેથી માંઝા કાર અને બોડેલી ખાતેથી મોટર સાઇકલ ચોરાઇ હતી. જિલ્લામાં બે વાહનોની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે. જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મોટરસાઇકલ ચોરાવાના બનાવો વધી રહ્યા છે.

છોટાઉદેપુરના વિઠ્ઠલદાસ મગનલાલ પટેલ તેમની ટાટા માંઝા કાર નંબર GJ06EQ8186 લઇને રાત્રીના વસેડી મુકામે ડોલોમાઇટ કારખાને ગયા હતા.અને ત્યાં લોક કરીને ઓફીસનું કામ પતાવીને સૂઇ ગયા હતા.સવારે ઉઠીને જોયું તો કાર દેખાઇ નહોતી.આસપાસ તથા ગામમાં શોધખોળ કરતા ...અનુસંધાન પાના નં.2

આંગણવાડીમાંથી ટીવી સહિતની વસ્તુઓ ચોરાઇ,ચોર ઝડપાયો
ચોકડી ગામની આંગણવાડીમાંથી એલઇડી ટીવી, સિલિંગ પંખો,બેસવાના આસનિયા નંગ 30 ચોરાયા હતા. અગાઉ આ આંગણવાડીમાંથી મોટર ચોરાઇ હતી.જે બાદમાં કોઇ નાખી ગયો હતો.જેથી આ વખતે કોઇ મુકી જશે એમ માનીને ફરિયાદ કરી નહોતી.પણ પોલીસે ટીવી અને આસનિયા સાથે એક શખ્શને પકડ્યો હોવાનું જાણવા મળતા કાર્યકર મનિષાબેને ત્યાં જઇ જોતા સામાન એમની જ આંગણવાડીનો હતો. પકડાયેલા શખ્શ વિનુભાઇ ચતિયાભાઇ રાઠવા હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો