તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં જેસીઆઈ દ્વારા ટ્રેડ ફેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
લુણાવાડાના ઇન્દિરા મેદાનમાં જેસીઆઈ દ્વારા ટ્રેડ ફેર યોજાયો જેમા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સહભાગી થઈ રહ્યા છે. ચકડોળ, જમ્પિંગ જેક, ટોરા ટોરા જેવા વિવિધ આકર્ષણો અબાલવૃદ્ધ સૌને ટ્રેડ ફેર તરફ લઈ જઈ રહ્યા છે. સાંજે માનવ મહેરામણ ટ્રેડ ફેરમાં ઉમટી પડે છે.મનગમતી ખરીદી કરે છે. ખાણી પીણીના સ્ટોલ પર જુદા જુદા અલ્પાહારનો આસ્વાદ માણે છે.

લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલમાં રમત ઉત્સવમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરાયું
લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલમા રમત ઉત્સવ ઉજવવામા આવ્યો હતો. જેમા શાળાના દરેક વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની રમતોમા ભાગ લીધો હતો. કબ્બડી , ખો-ખો, કેરમ, ચેસ, લીંબુ ચમચી વગેરે રમતમા બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. રમતોના અંતે ક્રિકેટની ફાઇનલમા ધોરણ 11ની આર્ટ્સ ની ટિમ ફાઇનલ વિજેતા બની હતી.

કાળીડુંગરી ખાતે એસ.એન.કડકિયા હાઈસ્કૂલમાં બાળ ડોકટરની નિમણૂંક કરવામાં આવી
દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી ગામે આવેલ શ્રીમતી શાંતાબેન નટવર કડકીયા હાઈસ્કૂલમાં આરોગ્ય ખાતા તરફથી ચાલતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળામાં સ્વચ્છતા કેળવાય વિધાર્થીઓ ડોક્ટર બનવા પ્રેરાય તે હેતુસર RBSK દ્વારા સમગ્ર શાળામાં એક બાળ ડોકટરની નિમણુંક PHC ભુવાલના ડૉ. નાઝનીન દ્વારા ધો-૯ની વિધાથીની કુ.પરમાર મિત્તલબેનની બાળ ડોકટર તરીકે નિમણુંક કરી હતી.

સંતરામપુર સબજેલમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી
સંતરામપુર સબજેલમાં સ્વામી વિવેકાનંદ જયંતી નિમિત્તે તમામ કેદીઓની સ્વામી વિવેકાનંદ નિમિત્તે તેમના જીવન ચરિત્રને પ્રેરણાદાયક, રાષ્ટ્રીય એકતા અખંડ ભારત અને તમામ બાબતોનું પ્રવચન આપવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં દીપકભાઈ ચાવડા સહિત તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

જાંબુઘોડાના નારૂકોટ ખાતે પૂ. નારાયણ બાપુ સામાજિક સમરસ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
હાલોલ. શહેરાના મહાદેવ મંદિરેથી સમરસતા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ યાત્રા શહેરા અને હાલોલ થઈ નારૂકોટ ખાતે યાત્રાનું સ્વાગત કર્યું હતું કંજરીથી મયૂરધ્વજ સિહ પરમાર જાંબુઘોડાના મયંક કુમાર દેસાઇ યાત્રા સયોજક ઈમેશભાઈ પરિખ ગોધરાથી હિરેન ભાઈ પંડ્યા તાલુકા પ્રમુખ સુભાષ ભાઈ પૂર્વ તાલુકા પ્રમુખ હરશિંગ ભાઈ તેમજ ભાજપના અગ્રણી કાર્યકરો એ હાજરી આપી હતી.

ગાંગરડા પ્રાથમિક શાળામાં કર્તવ્ય બોધ દિન તથા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી
ગરબાડા. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગરબાડા દ્વારા આયોજિત યુગપુરુષ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે કર્તવ્ય બોધ તથા રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ગાંગરડા પ્રાથમિક શાળ ખાતે કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જીલ્લાના અધ્યક્ષ બળવંતભાઈ ડાંગર તાલુકા શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો આચાર્ય તથા બાળકોએ ભાગ લીધો હતો.

ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ ખાતે બાળ આનંદ મેળો યોજવામાં આવ્યો
ફતેપુરા. ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ ખાતે આજરોજ બાળ આનંદ મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ પાણીપુરી, ભુંગળા બટાકા, પાવભાંજી, ઠંડા પીણાંના સ્ટોલો, પેન્ટીંગ, સ્પર્ધા, હોરર સો, ડાન્સ પાર્ટી, સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આનંદ મેળાની ફતેપુરાના પી.એસ.આઇ હાર્દિક દેસાઇ, રેલ્વેના સભ્ય રીતેશભાઇ પટેલ, ડૉ.હિતેશભાઈ પટેલ, રીબીન કાપી આનંદ મેળો ખુલ્લો મુક્યો હતો.

આદર્શ એજ્યુકેશન કેમ્પસ લુણાવાડામાં રાષ્ટ્રીય યુવા દિનની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ
આદર્શ વિદ્યાલય - આદર્શ કેર સ્કુલ લુણાવાડા ખાતે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ-રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી. જેમાં શાળાના વિધાથીઓ-શિક્ષકગણ ધ્વારા સ્વામીજીના જીવન-કવન તેમજ પ્રેરણાદાયી અંશો વક્તવ્યરૂપે રજુ કરી સ્વામીજીની પ્રતિમાને સ્મરણાંજલી આપી હતી. શાળા સંચાલક મંડળના પ્રમુખ કિરીટભાઈ પંડ્યાએ વિધાર્થોઓને પ્રેરણાદાયી ઉદબોધન કર્યું હતું.

બાટણપુરા પ્રા.શાળામાં સમાજલક્ષી શિક્ષણ શિબિર અને ચિત્ર તથા નિબંધ સ્પર્ધા યોજાઇ
દાહોદ. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ક્લસ્ટરની બાટણપુરા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે નશાબંધી અને આબકારી જિલ્લા કચેરી દાહોદ અને ડોક્ટર આંબેડકર સાર્વજનિક યુવક મંડળ દ્વારા શાળાના બાળકોની ચિત્ર અને નિબંધ સ્પર્ધા તથા વન બંધુ કલ્યાણ યોજના હેઠળ સમાજ શિક્ષણ શિબીર યોજવામાં આવી હતી.

ગોધરા શેઠ પી ટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી
ગોધરા શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમા વક્રૃત્વ સ્પર્ધા,રંગોલી સ્પર્ધા રાષ્ટ્રીય ગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા તથા રંગોળીઓ નિહાળી હતી. અંતમાં યુનિ.ના વાઇસ ચાન્સલર ર્ડો. પ્રતાપસિંહ ચૌહાણ, આચાર્ય તથા અધ્યાપકોની હાજરીમાં સ્પર્ધાના વિજેતાઓને ઈનામ આપવામાં આવ્યુ હતુ

ઘોઘંબા તાલુકાનાં ગામોમાં સમરસતા યાત્રાના રથનું પરિભ્રમણ કરવામાં આવ્યું
સામાજિક સમરસતા યાત્રાનું બાકરોલથી શુભારંભ થયો ત્યાંથી પાધોરા ઘોઘંબા નગર પાલ્લી નવાનગર દેવ ની મુવાડી રવેરી અને વિરોધ ગામમાં ફરી તમામ ગામોમાં સામાજિક સમરસતા અંગે ની માહિતી નગરજનોને આપવામાં આવી હતી. પરમ પૂજ્ય નારાયણ બાપુનો ઉદ્દેશ હતો કે સમાજમાંથી વ્યસનો દૂર થાય ગામો ભાઈચારાથી જીવન જીવી ગામડાના નાગરિકોનો ઉદ્ધાર થાય તે હેતુથી સમરસતા યાત્રાનું આયોજન કર્યું હતું.

ધોળીડુંગડી ખાતે સ્વામીવિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે યુવા મોરચા દ્વારા પૂજનનો કાર્યક્રમ
મહીસાગર જિલ્લાના ધોળીડુગડી ખાતે સ્વામીવિવેકાનંદ જન્મજયંતી નિમિત્તે યુવામોરચા દ્વારા પુજનનનો કાર્યક્રમ યોજાયો .જેમા સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જીગ્નેશભાઈ, ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક, મંદિરના મહંત અરવિંદગીરી મહારાજ જિલ્લા તથા તાલુકાઓના હોદ્દેદારો તથા ખુબજ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

દાહોદ પ્રગતિ મંડળ પ્રેરિત સુખસર વિભાગ પંચાલ સમાજની મીટિંગ યોજાઈ
સુખસર. દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દાહોદ પ્રેરિત ફતેપુરા તાલુકાની સુખસર વિભાગના ગામોની પંચાલ સમાજની મિટિંગ સુખસર વિશ્વકર્મા મંદિર ખાતે યોજાઈ ગઈ. જેમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળના હોદેદારો, સામાજિક અગ્રણી તેમજ પ્રમુખ, મંત્રી, સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

હાલોલ ખાતે પક્ષી બચાવોની ઝુંબેશ સાથે રાજમાર્ગો પર ભવ્ય રેલી યોજાઈ
હાલોલ. વનવિભાગ ગોધરા હેઠડ શનિવારના રોજ હાલોલ ખાતે રેલીનુ આયોજન કર્યુ જેમા હાલોલની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રેલીમાં ભાગ લીધો હતો. જ્યારે આ રેલીનુ પ્રસ્થાન પ્રાંત અધિકારી એ .કે .ગૌતમએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતુ. વિદ્યાર્થીઓના હાથમાં પોસ્ટોરો સાથે હતા. જેમા પક્ષીઓ બચાવો, ચાઈનીઝ દોરીનો ઉપયોગના કરો તેવા નારા લગાવવામાં આવ્યા હતા.

સી.આર.સી. બારનું ગૌરવ
લીમખેડા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ આયોજીત પાંચમા ઇનોવેશન ફેસ્ટીવલ અભિનવમાં લીમખેડા તાલુકાનાં બાર સી.આર.સી.માં આવેલી પટવાણથી મારો NMMS ક્લાસ નિલેશકુમાર પ્રજાપતિ, પ્રિય બાળક-દત્તક બાળક ફતેસિંહ બારીયા, આંબાંથી મિશન અન્નપૂર્ણા ભદ્રેશકુમાર સથવારા, એક બુકમાં બાળકોની જિજ્ઞાસાવૃત્તિ રાહુલકુમાર પંચાલ, ટીંબાંથી બાળ પ્રોત્સાહક નવતર પ્રયોગો અલ્પેશકુમાર આર.વાળંદ, જિલ્લા કક્ષાએ પોતાના નવતર પ્રયોગો રજુ કરીને લીમખેડા તાલુકામાં બાર સી.આર.સી.નું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

દાહોદ વણઝારા યુવા સંગઠનને 2020નું કેલેન્ડર છપાવી વિતરણ કરવામાં આવ્યું
દાહોદ. દાહોદ વણઝારા યુવા સંગઠન દ્વારા ચાલુ વર્ષ 2020નું કેલેન્ડર છપાવ્યુ છે. જેનું વિમોચન વણઝારા સમાજના વડીલો તેમજ યુવાભાઇઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને તેજ દિવસે વિના મુલ્યે ગોર વણઝારા વિકાસ ટ્રસ્ટ દાહોદ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજના યુવા ભાઇઓ, બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન, દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ગરબા મહોત્સવ તેમજ સમાજ લગતી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો