તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંઝાનું દંપતી ધર્મજમાંથી લાખોનું ઉઠામણું કરી ગાયબ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાનું સમૃદ્ધ ગામ એવા ધર્મજમાંથી 1300 કરોડ ઉપરાંતની ફિક્સ ડિપોઝીટો બેન્કોમાં જમા છે. ત્યારે ઉંઝાના દંપતીએ 2 વર્ષ અગાઉ ગામમાં મકાન અને દુકાન ભાડે રાખીને ખાનગી ધિરાણ શાખા શરૂ કરી ગ્રાહકોને ઉંચુ વ્યાજ આપી આકર્ષયા બાદ દૈનિક રિકવરી ડિપોઝીટની સ્કીમ અમલમાં મૂકી લાખોનું રોકાણ કરાવ્યું હતું. જોકે 2 દિવસથી દંપતી ગાયબ થતાં રોકાણકારોમાં શંકા ઉઠી છે.

ધર્મજ ગામમાં 2 વર્ષ અગાઉ ઉંઝાના દંપતીએ આધારકાર્ડના આધારે એક મકાન તથા ટાવર બજાર પાસે દુકાન ભાડે રાખી ખાનગી ધિરાણ માટેની શાખા ખોલી હતી. ગામના 2 યુવકોને ઉંચા પગારે નોકરી પણ રાખ્યા હતાં. ગ્રાહકોને આકર્ષવા ઉંચા વ્યાજની સ્કિમો મુકી હતી અને કોઇ ગ્રાહક ડિપોઝીટ કરવા આવે તો હજી કોડ આવ્યો નથી.

જેથી તમે માત્ર નામ વગરનો ચેક આપો તેમ કહીને ડિપોઝીટ કરાવતા હતાં અને શરૂઆતમાં લોકોને નાણાં પણ પરત આપ્યાં હતાં. જેથી લોકોએ લાંબા ગાળાનું રોકાણ કર્યું હતું. અને છેલ્લે તો દૈનિક રિકરીંગની યોજના પણ શરૂ કરી હતી. પરંતુ બે દિવસથી શાખા બંધ કરી દંપતી ગાયબ થઇ ગયું છે. ફોન પણ ઉઠાવતાં નથી. આ અંગે હજી સુધી કોઇ ફરિયાદ નોધાઇ નથી. જ્યારે તેઓ જે મકાનમાં રહેતાં હતાં. તે મકાન માલિક બહાર હોવાથી અન્ય કોઇ માહિતી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...