તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરેઠ તા. પં.નુંં બજેટ મંજૂર : કોંગ્રેસી ઘેરહાજર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરેઠ તાલુકા પંચાયત ની બજેટ માટે ની ખાસ સભા માં કોંગ્રેસ ના બધા જ સભ્યો ઘેર હજાર રહેતા ભાજપે બહુમતીના જોરે વર્ષ 2020/21 નું 61.88 લાખ ની પુરાંત વાળું બજેટ મંજૂર કર્યું હતું.

ઉમરેઠ તાલુકા પંચાયત કચેરીમાં તાજેતરમાં બજેટ માટેની ખાસ સામાન્ય સભા તાલુકા પંચાયત કચેરીમાં બોલાવવામાં આવી હતી.જેમાં ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ મધુબેન સુભાષભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ સામાન્ય સભામાં ભાજપના નવ અને કોંગ્રેસના એક માત્ર સભ્યએ હાજરી આપી હતી.અને આશ્રય જનક રીતે કોગ્રેસના બાકીના બધા સભ્યો ગેર હાજાર રહ્યા હતાં.અને ભાજપએ રૂપિયા 61.88 લાખની પુરાંત વાળું બજેટ બહુમતીથી મંજૂર કર્યું હતું.આ અંગે ઉમરેઠ ટી.ડી.ઓ વિરલ ગઢવીએ જણાવ્યુ હતું કે, રૂપિયા 6.43 કરોડની અંદાજિત આવક થવા ની સભાવના ની સામે રૂપિયા 5.69 કરોડનો અંદાજિત ખર્ચ થવા ની સંભાવના રહેલી છે.

પંચાયતના નિયમ મુજબ અંદાજિત આવક દસમો ભાગ સિલક તરીકે રાખવાની હોય છે. જે અંતર્ગત 61.88 લાખની પુરાંતવાળું બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે.અને અગામી તારીખ 31મી માર્ચે 2021ના રોજ અંદાજિત બંધ સિલક 1.81 કરોડ રહેવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો