તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડભોઇ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચમાં ઉમલ્લા ઇલેવનનો વિજય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડભોઇની સમસ્ત આદિવાસી સમાજ સંસ્થા દ્વારા આયોજીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આદિવાસી સમાજની જુદાજુદા જિલ્લાની કુલ 40 ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચમાં વીરપુર ઇલેવન(રાજપીપલા) અને ઉમલ્લા ઇલેવનનો મુકાબલો થયો હતો. ઉમલ્લા ઇલેવને પ્રથમ બેટિંગ કરતા 12 ઓવરમાં 133 રનનો સ્કોર કરી દેતા વીરપુર ઇલેવનના ખેલાડીઓએ તેના મુકાબલામાં હરીફ ટીમને લડત આપતા ટુર્નામેન્ટમાં ખૂબ જ રસપ્રદ રસાકસી જોવા મળી હતી. અંતે એક બોલમાં છ રન કરવાના હોય બોલ ખાલી જતા વીરપુર ઇલેવનનો સ્કોર 128 રન થયા હતો. જેથી ઉમલ્લા ઇલેવનનો 5 રને વિજય વિજય થયો હતો. ત્યારે વિજેતા ટીમ ઉમલ્લા એલવનને ડભોઇ પાલિકા પ્રમુખ અનસુયાબેન કીરીટભાઇ વસાવાના હસ્તે વિજેતા ટ્રોફી સાથે રૂપિયા 11,000 રોકડાનું ઇનામ અપાયું હતું. જ્યારે રનર્સઅપ વીરપુર ઇલેવનને નાનીટ્રોપી સાથે રોકડા રૂપિયા 7500નું ઇનામ આપ્યું હતું. આ પ્રસંગે ડભોઇ સમસ્ત આદિવાસી સમાજ સંસ્થાના પ્રમુખ શૈલેષભાઇ વસાવા,ઉપપ્રમુખ કીરીટભાઇ વસાવા સહીત સંસ્થાના તમામ હોદ્દેદારો,કાર્યકરો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો