તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NH-8 ઉપર શક્તિ હોટલની પાછળથી કારમાંથી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કરજણ પોલીસ નેશન હાઈવે 48 પર આવેલી શિવ શક્તિ હોટલની પાછળના ભાગે કારમાંથી વિદેશી દારૂની 131 બોટલો કિંમત 25340 અને કાર 100000 રૂપિયા મળીને પોલીસે 126840 મુદ્દામાલ સાથે બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ પોલીસને મળેલી બાતમીના આધારે કરજણ પોલીસ નેશનલ હાઈવે 48 પર વોચમાં હતા. તે દરમિયાન એક સેન્ટરો કાર ભરૂચથી વડોદરા તરફ આવેલી શિવ શક્તિ હોટલની પાછળથી ઝડપી પાડી હતી. પોલીસ કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 131 નંગ બોટલો કિંમત 25340 અને સેન્ટરો કાર 100000 રૂપિયા મોબાઇલ મળીને પોલીસે 126840 ના મુદ્દામાલ સાથે કરશન ખુમલાભાઈ રાઠવા રહે ભોરડા તા.જી . છોટાઉદેપુર તેમજ વિક્રમ રાઠવા રહે ફેરકુવા તા.જિ.છોટાઉદેપુર ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યાં હતા અને કોણે પહોંચાડવાનો હતો તેની પૂછપરછ કરવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો