હાલોલ તાલુકામાં અકસ્માતના બે બનાવમાં બે વ્યક્તિના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલના રામેસરા સોનવીટી ગામ પાસે અને બાસ્કા સર્વોત્તમ હોટલ પાસે ટ્રક અને બાઇકો વચ્ચે સર્જાયેલા અકસ્માતોમાં બેના મોત થયા છે.

હાલોલના રામેસરા નજીક આવેલ સોનાવીટી ગામ પાસે બાઈક ચાલક હિતેશ ડાહ્યાભાઈ નાયક રહે રામપુરા ને ટ્રક ચાલકે બાઈક ને અડફેટે લેતા અકસ્માત માં હિતેશ નાયક નું મોત થયું છે જયારે બીજા બનાવ માં રાત્રે બાસ્કા નજીક સર્વોત્તમ હોટલ પાસે ઉત્તર પ્રદેશ ના વસંતપુરી કાલન ખેરી યુપીથી નોકરીની શોધમાં આવેલ દશરથ મનિરામ કુડીખના બાઈક પર અડીરણ ગામે મિત્રના ઘરે જતો હતો દરમિયાન વડોદરા તરફ જતી ટ્રક ના ચાલકે દશરથની બાઈક ને અડફેટે લઇ બાઈક ને પચાસ ફૂટ ટ્રક નીચે ઢસડી જતા ઘટના સ્થળેજ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું દશરથ પંદર દિવસ પહેલાજ નોકરી ની તલાશમાં યુપીથી આવ્યો હતો અને અડીરણના ભરત સાથે મિત્રતા થતા તેના ઘરે રહી નોકરીની શોધ કરતો હતો. બંને અકસ્માતોમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...