તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોઇ વાઘોડીયા માર્ગ પર બસ સાથે કાર અથડાતા બે મુસાફરો ઇજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પોલીસ માથી મળતી માહીતી મુજબ ફરીયાદી સંદીપ બચુભાઇ તડવી ઉ.વ.35 રહે.પીપળસટ તા.સંખેડા જી.છોટાઉદેપુર ની ફરીયાદ મા જણાવ્યા મુજબ પાછલા ત્રણ વર્ષ થી તેઓ એસ.ટી.બસ ના ડ્રાઇવર તરીકે નોકરી કરેછે.હાલ ડભોઇ વાઘોડીયા રુટ ની એસ.ટી.બસ જેનો નંબર-GJ-18-Z-0773 પર નોકરી કરતા હોય રાબેતા મુજબ ડભોઇ થી વાઘોડીયા એસ.ટી.બસ મા પેસેંજર બેસાડી ડેપો માથી નિકળ્યા હતા. ત્યારે વાઘોડીયા માર્ગ પર આવેલા કરાલી ગામ થી આગળ દેવનદી ના બ્રીજ ને પાસ કરી વળાંક લેતા સમયે સામે થી પુરપાટ ઝડપે આવેલા ઇકોકાર ના ચાલકે અચાનક કળધરા તરફે જવા માટે વળાંક લેતા બસ મા આગળ ના ભાગે ધડાકાભેર અથડાતા ઇકોકાર નંબર-GJ-18-BD-8746 ગુલાટ ખાઇ ને 20 ફુટ દુર ખેતર મા જઈ પડી હતી.અકસ્માત ને પગલે એસ.ટી.ચાલકે અચાનક બ્રેક મારતા એસ.ટી.મા મુસાફરી કરી રહેલા બે મુસાફરો ને ઇજાઓ થતા 108 એમ્બ્યુલંસ મારફતે સારવાર અર્થે દવાખાને પહોંચાડી મુસાફરો ને બીજબસ મા વાઘોડીયા રવાના કરી ચાલકે ડભોઇ પોલીસ મા ફરીયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બસ સાથે અથડાયા બાદ ઇકો કાર પલટી ખાઇ હતી.તસવીર સઇદ મન્સુરી

અન્ય સમાચારો પણ છે...