તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાખરીયા પાસે વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે બે ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાવલી તાલુકાના ખાખરીયા પાસે પંચમહાલ તરફથી આવતા ટેમ્પોને રોકીને તપાસ કરતા વિદેશીદારૂની 259 પેટી નંગ 4872 બોટલો અને ટેમ્પો મળી કુલ રૂપિયા 19,50,200ના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરીને જેલ ભેગા કરીને સાવલી પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

ગતરાત્રીના સમયે સાવલી પોલીસના જવાનો ફરજ પર હતા ત્યારે ખાખરીયા કેનાલ પાસે પંચમહાલ તરફથી આવતા સફેદ કલરના ટેમ્પો બંધ બોડીનો કન્ટેનર ટાઇપ નંબર એમએચ-48-એવાય 2240ને રોકના તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. બંધ કન્ટેનર ટાઇપની બનાવટના ટેમ્પામાં 259 પેટી કુલ બોટલ નંગ 4872, રૂા.12,46,200ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે ટેમ્પો કિંમત 7 લાખ અને બે મોબાઇલ મલી કુલ રૂા.19,50,200નો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા અઠવાડીયામાં સાવલી પોલીસે ભારે અસરકારક તપાસ કરીને ત્રીજો મોટો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે આ વિદેશી દારૂના જથ્થાનો આટલો મોટો જથ્થો ગણતરી કરતા અને ગોઠવતા મોડીરાત સુધીનો સમય ગુજરી ગયો હતો.

સાવલી પોલીસે પ્રેમસીંગ ફુલસીંગજી સિસોદિયા રહે. પરાવલ, તા.કુમલગઢ, જી.રાજસમંદ, રાજસ્થાન, 2.ઇશ્વરસિંહ માલસિંહ રાજપૂત રહે, ડેગાના તા.આમોટ જી.રાજલમન્દ રાજસ્થાનની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથધરી છે અને આટલો મોટો જથ્થો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં જાણવા માટે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથધરી છે.

_photocaption_સાવલીના ખાખરીયા ગામેથી ટેમ્પો વિદેશી દારૂનો જથ્થા સાથે પોલીસે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. }વિમલ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો