તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડાના વટેડા અને ઘુમણીમાં અકસ્માતના બે બનાવમાં બેના મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડાના ઘુમણીગામે રહેતા વીરસીંગભાઇ મકનાભાઈ મુનિયા સાંજના સમયે રસ્તાની બાજુમાં ચાલતા ચાલતા ઘરે જતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલક તેમને ટક્કર મારી નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વીરસીંગભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અકસ્માતનો બીજો બનાવ લીમખેડા નજીક હાઈવે ઉપરના વટેડામાં નોંધાયો હતો. જેમાં લીમખેડાના મોટાહાથીધરા મેદાનમાં કુટુંબ કબીલા સાથે ઝુંપડા બનાવી રહેતા ઉત્તરપ્રદેશના મોરારી ગામના સાજનભાઈ હાથીભાઈ મહાવત તથા તેમની સાથેના રાધેભાઈ મહાવત લીમખેડા નજીક વટેડા ગામે હાઇવે ઉપરરસ્તાની સાઇડથી ચાલતા ચાલતા પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણી મારુતિ ગાડીના ચાલકે સાજનભાઈને અડફેટમાં લઇ ટક્કર મારી અકસ્માત કર્યો હતો. જેમાં ગંભીર ઇજાઓ થતાં સાજનભાઈ મહાવતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. લીમખેડા પોલીસે બંને અકસ્માત સંદર્ભે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો