તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહીસાગરના 2 કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિરપુર તાલુકો તેમજ બાલાસિનોર તાલુકો કોંગ્રેસનો ગઢ કહેવાય છે. કારણકે વિધાનસભાની સીટ દસ વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવ્યા છે. તેવા વિરપુર તાલુકાના કોંગ્રેસના અગ્રણી નેતા ચતુરસિંહ રામસિંહ ઝાલા અને શનાભાઈ ગેદાલભાઈ ઠાકોર સહિતના સો જેટલાં કાર્યકર્તાઓ સાથે શનિવારે અન્ન નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશ પાઠકની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં મહિસાગર જીલ્લાના યુવા મોરચાના પ્રમુખ જયેન્દ્ર બારોટ, મહિલા આયોગ પંચના અધ્યક્ષા લીલાબહેન અંકોલીયા, વિરપુર તાલુકા ભાજપ પ્રમુખ મોતિસિંહની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાંથી છેડો ફાડી આવેલા કાર્યકર્તાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. વિરપુર તાલુકાના કોંગ્રેસના સી.આર.ઝાલા અને શનાભાઈના કોંગ્રેસ પક્ષ છોડવાથી વિરપુર તાલુકામાં કોંગ્રેસ પક્ષને કે સંગઠનમાં કોઈ ફરક પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો