Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાણસદમાં બે બસ સ્ટેન્ડ, પ્રમુખ સ્વામી સભાગૃહનું લોકાર્પણ કરાયું
પ્રગટ ગુરુ બ્રહ્મલિન પ.પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ સ્થાન ચાણસદ ગામમાં અદ્યતન બે બસ સ્ટેન્ડ તથા પ્રમુખ સ્વામી સભગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અટલાદરા બાપ્સ સંસ્થાના પૂજ્ય એ આપી હાજરી બ્રહ્મલિન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન ચાણસદ ગામે ભાયલી અને પાદરા તરફ જતા માર્ગ પર બે અદ્યતન બસ સ્ટેન્ડનું લોકપર્ણ તેમજ ગામના પ્રવેશ દ્વારે શાંતિનું ધામ ચાણસદ સેલ્ફી પોઇન્ટ સહિત પ્રમુખ સ્વામી સભાગૃહનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અટલાદરા બાપ્સ મંદિરના વડીલ સંતો આચાર્ય સ્વામીજી પૂ. રાજેશ્ર્વ સ્વામીજી, પૂ.નારાયણ સ્વામી સહિત અટલાદરાના કોઠારી સ્વામીજીએ હાજરી આપી હતી. ભાયલી અને પાદરા તરફ જતા માર્ગ પર બે અદ્યતન સ્ટેન્ડનું લોકાર્પણ પૂજ્ય સતો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થાન પર આવતા હરિભક્તોની જીવનભર યાદગાર બને તે માટે ગામના પ્રવેશ દ્વાર પર શાંતિનું ધામ ચાણસદ સેલ્ફી પોઈન્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું પણ લોકાર્પણ સહિત ગામમાં ભવ્ય પ્રમુખ સ્વામી સભાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BAPS સંસ્થાના સંતો તેમજ ભાજપના જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા સહિત હરિભક્તો તથા ચાણસદ ગામના ગ્રામજનો અને આગેવાનોએ હાજરી આપી હતી.