તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરવા(હ)ના નાટાપુરા પાસે બે બાઇક અથડાતાં અેકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાટાપુર પાસે બે બાઇકો સામસામે અથડાતાં બે બાઇક ચાલક સહીત બાઇક પાછળ બેસેલા ઇસમને પણ ગંભીર ઇજાઅો થઇ હતી. ત્રણને સારવાર માટે ગોધરા ખસેડતાં અેકનુ મોત નિપજયું હતું.

નાટાપુરનો નિલેશ પટેલને તેનો મિત્ર બાઇક પાછળ બેસાડીને મજુર શોધવા નિકળ્યા હતા. બાઇક લઇને નાટાપુરથી સંતરોડ તરફ જતાં હતા. નિલેશના મિત્રેે બાઇકને પુરપાટ હકારીને સામેથી અાવતી બાઇક સાથે અથડાતાં બંને બાઇક ચાલક તથા પાછળ બેસેલા નિલેશને ગંભીર ઇજાઅો થઇ હતી. નિલેશને વધુ સારવાર માટે ગોધરા સિવિલ લઇને જતાં જયાં નિલેશનું મોત નિપજયું હતું અાની પોલીસ ફરીયાદ મોરવા(હ) પોલીલ મથકે નોધાવા પામી હતી.

મોરવા(હ) પોલીસ મથકે અકસ્માતની ફરીયાદ નોધાઇ

અન્ય સમાચારો પણ છે...