તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘજીપુરની પે-સેન્ટર શાળામાં નવીન પ્રયોગ વિષયના 24 જેટલાં બેનર મેદાનમાં લગાવ્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપડવંજની વાઘજીપુર પે સેન્ટર શાળા અનોખા પ્રયોગ માટે જાણીતી બની છે, આ વખતે શાળાના આચાર્ય દ્વારા કમ્પાઉન્ડમાં 24 જેટલા વિવિધ વિષયના બેનર લગાવવામાં આવ્યાં છે. જેથી બાળકો નવરાશના સમયમાં પણ અભ્યાસ ચાલુ રાખશે.

વાઘજીપુર પે સેન્ટર શાળા શિક્ષણમાં કરેલા નવા પ્રયોગોને કારણે રાજ્યની શાળાઓ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડી રહી છે. બાળકોમાં સંસ્કાર, સ્વચ્છતા અને સંસ્કૃતિની જાળવણી માટે શાળાએ હમણાં નવો પ્રયોગ શરૂ કર્યો છે. જેમાં શાળાએ 24 જેટલા બેનર શાળા કેમ્પસમાં લગાવ્યાં છે. જેમાં ભારતીય સંસ્કૃતિક ભારતના પુરસ્કારો ભારતની માહિતી ગણીત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી જેવા વિષયો ઉપર 24 જેટલા બેનર તૈયાર કરવામાં આવ્યાં છે. જેને શાળા કેમ્પસમાં 10 ફૂટની પાઇપ પર બોર્ડ લગાવવામાં આવ્યાં છે. બાળકો નવરાશના સમયમાં સહજીકતાથી આ વાંચી શકે છે. જેના થકી તેમને જ્ઞાન તો મળશે જ પણ સાથે સાથે નવુ જાણવાની જીજ્ઞાશા પણ પેદા થશે. આ બેનરો માટે વાઘજીપુર દૂધ મંડળીએ દાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો