તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાચરાવાડી ગામના પાટિયા પાસે લકઝરી બસ અને છોટા હાથી વચ્ચે ટક્કર, સાણંદ-બાવળા રોડ પર ટ્રક રેલિંગ તોડી ખાબકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરખેજ બાવળા નેશનલ હાઈવે પર મંગળવારે સાંજે ૫:૩૦ કલાક કલાક આસપાસ બાવળાથી સરખેજ તરફ જઈ રહેલ પેસેન્જર ભરેલી ખાનગી લકઝરી બસ પૂર ઝડપે હાઇવે જતી હતી ત્યારે સાણંદ તાલુકાના ચાચરાવાડી ગામના પાટિયા પાસે છોટા હાથીમાં પંચર પડતા તેના ડ્રાઈવર તેનું કામ કરી રહ્યો હતો ત્યારે પાછળથી માતેલા સાંઢની માફક આવીને ટક્કર મારતા છોટા હાથી હાઇવેની સાઇડમાં આવેલ ગટરમાં ઉતરી જવા પામી હતી જેને પગલે હાઇવે પર ૨ કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ તરફ અકસ્માત કરીને ખાનગી લકઝરી બસનો ડ્રાઈવર લકઝરી બસ મુકીને ઘટના સ્થળેથી ફરાર થઇ જવા પામ્યો હતો. ઘટના અંગે ચાંગોદર પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે અકસ્માતમાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ સાણંદમાં બુધવારે સવારે સાણંદ બાવળા બાયપાસ પાસે રોડની સાઈડના ખાડામાં રૂની ગાંસડીઓ ભરેલ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રેલીંગ તોડીને ખાબકી હતી. જેને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થવા પામ્યા હતા જો કે અકસ્માતમાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.તસવીર-જિગ્નેશ સોમાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો