તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોઘંબામાં કચરા કલેકશનનું ટ્રેક્ટર રાત્રે આવતા વેપારીઓને મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબામા કચરા કલેકશન કરવા માટે આવતુ ગ્રામ પંચાયત નુ ટ્રેકટર રાત્રે આઠ વાગ્યા પછી આવતુ હોવાના કારણે ઘોઘંબા મેઈન બજાર મા દુકાનો ધરાવતા વહેપારીઓને પડતી મુશ્કેલી.પરંતુ આજ કચરાના ટ્રેકટરને જો બપોરના સમયે અથવા તો સાંજે ચાર વાગ્યાના અરસામા પણ જો ફેરવવામા આવે તો સાંજે બંધ કરતા દુકાનદારો પણ આનો લાભ લઈ શકે તેમ છે. બપોરે દુકાનોનો કચરો બહાર થેલીઓમા ભરી રાખતા વેપારીઓ થેલીઓ નો કચરો ટ્રેકટર વાળા કે સફાઇ કર્મચારી ઓ નહી લેતા હોવાના કારણે કચરો ભરેલ થેલીઓ પાછી બીજે કચરો ફેલાવતી હોય છે .ત્યારે જો બપોરના સમયે ટ્રેકટર મોકલવામા આવે તો બજારમા દુકાનદારો પણ તેનો લાભ લઈ શકે તેમ છે. કચરો કલેકશન કરતુ પંચાયતનુ ટ્રેકટર દીવસ મા બે વખત ફેરવવા માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...