તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસ્લિમો દ્વારા પુલવામાના શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૪મી ફેબ્રુ.એ કાશ્મીરના પુલવામાં વીર જવાનોના કાફલોઓ પર આંતકવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનોની બસ ઉપર આત્મઘાતી હુમલો કરાતાં 44 જેટલા વીર જવાનોએ જીવનું બલિદાન દેશ માટે આપતા સમગ્ર દેશમાં હડકંપ મચ્યો હતો. ભારે દુઃખની લાગણી સાથે દેશે વીર જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શુક્રવારના રોજ હાલોલ મુસ્લિમ સમુદાયે મૌન રેલી યોજી વિરજવાનોના શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મૌન રેલી હાલોલના પાવાગઢ રોડથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી ગાંધી ચોક થઈ કસ્બા હુસેની ચોક ખાતે પહોંચી હતી. જ્યાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી

અન્ય સમાચારો પણ છે...