તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડાસામાં દુષ્કર્મ પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ અપાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોડાસા તાલુકામાં બનેલી દુઃખદ ઘટના કે જેમાં 19 વર્ષીય યુવતીનું અપહરણ કરી તેની સાથે બળાત્કાર ગુજારીને હત્યા કરાઇ હતી.જે બાબતે ક્વાંટ નગરના આંબેડકર સર્કલ ખાતે ગ્રામજનો દ્વારા મીણબત્તી પ્રગટાવીને યુવતીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રશાસનની નિષ્કાળજીના કારણે આજે એક આશાસ્પદ યુવતીની હત્યા થઈ છે ગૌરવવંતા ગુજરાતમાં આ પ્રકારની ધૃણાસ્પદ ઘટના થાય એ રાજ્ય માટે લાંછનરૂપ છે આજે ગુજરાતનું ગૌરવ હણાયું છે.

ગુજરાતની સંસ્કારિતા ઉપર જાણે એક પ્રકારનું કલંક લાગ્યું છે. મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવી રહી નથી. સરકાર ત્વરીત પગલાં લઈ સ્વર્ગીય કાજલબેનના પરિવારને ન્યાય મળે તેમજ ગુનેગારોને વહેલામાં વહેલી તકે સજા મળે એવી સમસ્ત ગ્રામજનો તેમજ વિશેષ અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગણી છે

અરવલ્લી જિલ્લાની યુવતીને ન્યાય મળે માટે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું
કરજણ|અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના એક ગામની દીકરીનું અપહરણ કરીને એનીસાથે અમાનવીય ક્રુત્ય કરી એની લાશને ઝાડ પાર લટકાવી દીધી હતી. આમ કસૂરવાર સામે કાયદેસરનું કાર્યવાહી કરવાની માંગ સાથે તેમજ કસૂરવાર પોલીસ સામે પણ કાર્યવાહી કરવાની માંગણી સાથે કરજણના મૂળ નિવાસી એક્તામંચ અને નવસર્જનટ્ર્સ્ટના કાર્યકારો દ્વારા આવેદન પત્ર આપવમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો