તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવીજેતપુરના ઈંટવાડામાં પાંચમનો મેળો માણવા આદિવાસીઓ ઉમટ્યાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાવીજેતપુરના ઈંટવાડા મુકામે વર્ષોથી હોળી પછીના પાંચમના દિવસે મેળો ભરાય છે. જેમાં તાલુકાના આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં મેળાની મજા માણવા માટે આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.

પૂર્વપટ્ટી વિસ્તારના આદીવાસીઓ મેળાના ખૂબ જ શોખીન છે. તેમાં પણ પાંચમનો મેળો એક અલગ આગવું સ્થાન ધરાવે છે. તેથી હોળી બાદ પાંચમના દિવસે ભરાતા આ મેળામાં પાવીજેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આનંદ માણવા આદિવાસી જનમેદની ઉમટી પડી હતી.

પાવી જેતપુરથી બે કિલોમીટર જેટલા અંતરે આવેલા ઇંટવાડા મેદાનમાં પાંચમનો મેળો ભરાતો હોય છે. જ્યાં ચગડોળ, ચકરડી, સર્કસ, ડાન્સ તેમજ આ વર્ષે મોતના કૂવાએ એક આગવું આકર્ષણ ઉભું કર્યું હતું. સાથે સાથે વેપારીઓ આગલી રાત્રેથી આવી પહોંચી પોતાની જગ્યાઓ લઈ લે છે. સવારથી જનતા મેળામાં જતી નજરે પડતી હતી. જ્યારે બપોરના સમયે તો મેળાના સ્થાને માનવ મહેરામણનું કીડીયારું ઊભરાયું હોય તેમ લાગતું હતું. યુવાધન પોતાના હાથો ઉપર દિલ તેમજ પોતાના તથા પોતાના પ્રિય પાત્રના નામો છૂંદના દ્વારા લખાવતા નજરે પડતા હતા. મેળામાં સળગતી ચુલના અંગારા ઉપર ખુલ્લા પગે ચાલી આદિવાસીઓએ પોતાની માનતાઓ, બાધાઓ પૂર્ણ કરી હતી .બપોરના સમયે કેટલાક ઘેરૈયા પુરુષોએ સ્ત્રીઓનો વેશ ધારણ કરી તીરકામઠા, રામ ઢોલ સાથે મેળામાં આવી પહોંચતા આદિવાસીઓ આનંદમાં આવી ચિચિયારીઓ પાડી હતી. સાંજના સમયે ગામના લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. આમ પાવીજેતપુરમાં ઇંટવાડા મુકામે પાંચમનો મેળો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ભરાયો હતો. જેમાં આજુબાજુથી આદિવાસી જનમેદનીનો સેલાબ ઉમટ્યો હોય તેમ અહેસાસ થતો હતો.

ઘેરૈયા પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી તીરકામઠા, રામ ઢોલ સાથે મેળામાં જોવા મળ્યા

_photocaption_ઈંટવાડાનાં પાંચમના મેળામાં પાવીજેતપુર તાલુકાના તથા આજુબાજુના તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. } મિતેશ પટેલ*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો