કરનાળીમાં તડવી સમાજનો તેમજ ડભોઈમાં આદિવાસી સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ પંથકમાં આજરોજ બે સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં કરનાળી ખાતે યોજાયેલા તડવી સમાજના 17 મા લગ્નોત્સવમાં 22 જ્યારે ડભોઇ ખાતે યોજાયેલા સમસ્ત આદિવાસી સમાજનાં ચોથા લગ્નોત્સવમાં 35 જોડાઓએ પ્રભૂતામાં પગલાં માંડ્યા હતા. આ તબક્કે બન્ને સમૂહલગ્નોત્સવમાં વિસ્તારનાં ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા) એ હાજરી આપી જીવનની આગળની કેડીએ પદાર્પણ કરનાર તમામ નવદંપતતીને આશિષ આપી હતી. એટલું જ નહીં આજની આ મોઘવારીમાં સમૂહ લગ્નો કરી સમાજમાં એક ખોટા ખર્ચ રૂપી દૂષણને જાકારો આપવાનાં આ પગલાને બિરદાવી આ સમાજોને અભિનંદન પણ પાઠવ્યા હતાં. તસવીર - હેમંત પાઠક

અન્ય સમાચારો પણ છે...