તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાંકણપુરમાં પ્રેમનો ટ્રાયએંગલ : પ્રેમમાં પાગલ સંદિપે મિત્ર પૃથ્વીરાજની કરી હત્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાના વેગનપુર પાસે હત્યા કરેલી યુવકની લાશ મળી આવી હતી. યુવક સાથે તેના મિત્ર મળીને જંગલમા દારૂની મહેફીલ માણ્યા બાદ દારૂના નશામાં ચૂર બનેલા મિત્રને કેનાલમાં ઘક્કો મારીને હત્યા કરી નાખી હોવાનું બહાર આવતાં ગોધરા તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોધીને ફરાર મિત્રની તપાસ હાથ ધરી હતી.એક જ યુવતી સાથે બે મિત્રોની જુગલબંધી હત્યામાં પરિવર્તિત થતાં ચકચાર મચી જવા પામી હતી.

કાંકણપુર ગામમાં રહેતા અને ખાનગી નોકરી કરતો પૃથ્વીરાજ રાઠોડ ગત તા ૨૧ ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી બપોરના સમયથી ગુમ થતાં તેના માતા પિતા દ્વારા તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પતો મળ્યો નહતો , પૃથ્વીરાજ ના સંબંધીઓ દ્વારા તેની વધુ શોધખોળ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન વાવડી ખુર્દ ગામના એક વ્યક્તિ દ્વારા જાણવા મળ્યું હતું કે ૩ દિવસ પહેલા બે છોકરાઓ બાઇક ઉપર જતાં હતા. જેમાં એક છોકરાએ બીજા છોકરાને પાનમ ની કેનાલમાં ધક્કો મારી ને નાખી દીઘો હતો. જેથી પૃથ્વીરાજના પિતાએ પાનમ કેનાલના કિનારે તપાસ કરતાં વેગનપુર પાસે આવેલ કેનાલના સાયફન પાસેના ઝાડી ઝાંખરામાં પુથ્વીરાજની લાશ મળી આવી હતી. પૃથ્વીરાજના પિતાએ તેમના પુત્ર પૃથ્વીરાજને કાંકણપુરની છોકરી બાબતે પઢીયાર ગામનો

...અનુ. પાન. નં. 2

મૃતકની તસવીર

હત્યારાે સંદિપ.

આરોપીને ઝડપવા કાર્યવાહી
ગોધરા તાલુકા પોલીસ મથકે હત્યાની ફરિયાદ પૃથ્વીરાજના પિતા દ્વારા નોધાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા ફરાર હત્યારા મિત્ર એવા સંદીપ પરમારને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આર આઈ દેસાઈ , ડીવાયએસપી ગોધરા

અઠવાડિયા પહેલાં પ્રેમ સંબંધ બાબતે ઝઘડો થયો હતો
પૃથ્વીરાજ ના વોટ્સએપ ના સ્ટેટ્સમાં તેના મિત્ર સંદીપ સાથેની સેલ્ફી અમને મળી આવી હતી આ સંદીપ સાથે પૃથ્વીરાજ નો અઠવાડિયા પહેલા એક યુવતી સાથે પ્રેમ સંબંધ બાબતે ઝઘડો થયો હતો તેથી અમને શંકા ગઈ હતી કે તેને સંદીપે જ મારી નાખ્યો હોવો જોઈએ બાદમાં અમે તપાસ કરતા હતા ત્યારે વેગનપુર પાસેથી પસાર થતી પાનમ ની કેનાલમાં અમને પૃથ્વીરાજની લાશ મળી આવી હતી. પ્રવિણસિંહ સોલંકી , મૃતકના સગા

હત્યા કરતા પહેલા આઠ કવાટરીયા સાથે દારૂની મિજબાની માણી હતી

ભુતપૂર્વ પ્રેમિકા મિત્ર સાથે બોલતાં હત્યાનું મુળ
કાકણપુર ગામનો પૃથ્વીરાજ રાઠોડ અને પઢીયાર ગામનો સંદીપ પરમાર બંને એકબીજાના ખાસ મિત્રો હતા.સંદીપને કાકણપુર ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમી સંદીપ તેના મિત્ર પૃથ્વીરાજ સાથે જ તેની પ્રેમિકાને મળવા માટે અવારનવાર જતો હતો. પરંતુ સંદીપ અને તેની પ્રેમિકા વચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતા તે બંને વચ્ચે પ્રેમ સંબંધ તૂટી જતા તે યુવતી સાથે સંદીપના મિત્ર પૃથ્વીરાજે પ્રેમ સંબંધ બાંધ્યો હતો તેની જાણ સંદીપને થતા મિત્ર પૃથ્વીરાજ રાઠોડનું કાસળ જ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. તેના મિત્ર પૃથ્વીરાજને સમાધાન કરી લેવા જણાવી ગત ૨૧ ફેબ્રુઆરીના રોજ તેને કાકણપુર ગામ પાસે આવેલા જંગલમાં બોલાવ્યો હતો અને તે જંગલમાં બંને મિત્રોએ ભેગા મળીને દારૂની મહેફિલ માણી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો