તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘાવત-અપ્રુજી બ્રિજમાં ગાબડું 35થી વધુ ગામોનો વ્યવહાર બંધ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાત્રકકાંઠા વિસ્તાર અને કપડવંજ તાલુકાને જોડતો વાઘાવત - અપ્રુજી બ્રિજમાં ગાબડું પડતા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આંતરસુબા ચોકડીથી અપ્રુજી ચોકડી સુધીનો રસ્તો બંધ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.

આંતરસુબાના સરપંચ રાજેશભાઈ શર્માએ જણાવ્યું હતું કે, વાત્રકકાંઠાના અંદાજે 35થી વધુ ગામો માટે આ કપડવંજને જોડતો બ્રીજ આશીર્વાદરૂપ હતો. સને 2007ની આસપાસ આ બ્રીજ નિર્માણ પામ્યો હતો. અમદાવાદ જવા માટે આ સરળ અને ટુંકો રસ્તો હતો. વાઘાવત અને અપ્રુજીને જોડતા આ બ્રીજમાં પુલની વચ્ચે ગાબડું પડતાં વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલ પર ગાબડું પડતાં કપડવંજ અનેકઠલાલ તાલુકાની જનતાને હાલાકીનો સામનો કરવો પડશે. હવેથી લોકોને લાંબુ અંતર કાપવું પડશે. લોકો અમદાવાદ અને કપડવંજ ખાતે અવર જવર આ પુલ પરથી કરી રહ્યા હતાં. આ પુલનું નિર્માણ થાયે અંદાજે 13 વર્ષ જેટલો સમય થયો છે. હાલ તો પુલની બન્ને બાજુ સાવધાની માટે પોલીસ મુકવામાં આવી છે. આપુલ પર પીઠાઇ ટોલટેક્સથી બચવામાટે ભારે વાહનો અહીંથી વધુ પસાર થાય છે. આ રોડ પર ટોલટેક્સથી બચવા માટે ટ્રાફિકનું ભારણ વધારે છે.

બ્રિજ બંધ થતાં વૈકલ્પીક માર્ગ આપવામાં આવ્યો

કઠલાલ અને કપડવંજ તાલુકાને જોડતા વાઘાવત અને અપ્રુજી વચ્ચે અજમાવત કોટ પાસે આવેલો વાત્રક નદી પરના પુલના વચ્ચેના સ્પાનના સ્લેબ પર ગાબડું જોવા મળ્યું છે. આથી, આ પુલ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યોછે. આથી, આંતરસુબા ચોકડીથી અપ્રુજી ચોકડી સુધીનો રસ્તો પ્રજાની તથા વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત જાહેર કર્યો છે. આ રસ્તો બંધ થતાં તેના વૈકલ્પિક માર્ગ તરીકે આંતરસુબા તરફથી આવતા વાહનો માટે આંતરસુબા - વાઘજીપુરા, ઉ. મહાદેવ - દેવકરણના મુવાડા - બારીય - બારડોલી - નારપુરા - અપ્રુજી - સરખે રોડ તરફ જશે.
અપ્રુજી ચોકડી તરફથી
આવતા વાહનો માટે તોરણા - છીપડી રોડથી નેશનલ હાઈવે સરખેજ - અપ્રુજી રોડ થઇ આગળ જશે.

આંતરસુંબા ચોકડીથી અપ્રુજી ચોકડી સુધીનો રસ્તો પ્રતિબંધિત જાહેર કરાયો

_photocaption_કપડવંજ અને કઠલાલને જોડતા વાઘાવત - અપ્રુજી બ્રિજ પર ગાબડું પડતાં તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો