તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટામેટાંએ દાટ વાળ્યો : કપડવંજમાં ખેડૂતોએ ઉભો પાક જ વાઢી નાંખ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ તાલુકાના ખેડૂતો શાકભાજી પાકોમાં ટામેટાનું વાવેતર કરતાં હોય છે. હાલના તબક્કે ટામેટાના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. આથી, કેટલાક ખેડૂતે ટમેટાના છોડ જ કાઢી ફેંકી દીધાં હતાં.

કપડવંજમાં ખેડૂત ખૂબ જ મહેનત કરી ખેતીના પાકો ઉભા કરતા હોય છે. ખેતરો ખેડી છાણીયા ખાતર ભરી ચાસ દોરી છોડની રોપણી કરતા હોય છે. નિયમિત ખાતર દવા, પિયત આપી આ મહામૂલા પાકોને તૈયાર કરતા હોય છે. ખૂબ જ ખર્ચાળ ખેતી કરી પાકના ભાવ ન મળતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ટામેટીના પાકના છોડને ખેતરમાં રોપવામાં આવે છે. જેમાં હારબદ્ધ સિમેન્ટના પોલ ઉભા કરી તાર ખેંચી માંડવા બનાવવામાં આવે છે. આ માંડવા ઉપર ટામેટીના છોડને સુતળીથી બાંધી ચડાવવામાં આવે છે. એક વિઘે આ ખર્ચ રૂ.25 હજારની આસપાસ થાય છે. આટલો બધો ખર્ચ કરી ખેડૂતોને ટામેટા રોડ પર ફેંકી દેવાનો વારો આવ્યો છે. ટામેટાનો બજાર ભાવ ન મળતા કપડવંજ પૂર્વ પંથકના એક ખેતરમાં ખેડૂત ટામેટાના પાકના છોડને કાપી ફેંકી દીધો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, બજારમાં દસ રૂપિયાના દોઢથી બે કિલો ટામેટાં મળી રહ્યા છે. જેની સામે વેપારીઓ કમાઈ રહ્યા છે, પરંતુ ખેડૂતોને તો પાકનો ખર્ચો કાઢવાના પણ ફાંફા પડી રહ્યા છે. જેને કારણે મોટાભાગના ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

_photocaption_કપડવંજમાં ટામેટાંના જોઈએ એવા ભાવ ન મળતાં એક ખેડૂતે નિરાશ થઈને છાડને કાપીને ફેંકી દીધાં હતાં.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો