તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Lunavada
 • Lunavada News Tigers Go Ray Despite Being Aware Of The Tigers Before Mahishagar Four Months Ago He Died Of Hunger Due To Forest Cover 024136

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘ ગયો રે...મહિસાગરમાં 4 માસ પહેલાં વાઘ હોવાની જાણ છતાં વનવિભાગની લાપરવાહીથી તે ભૂખે મરી ગયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનિષ પંડ્યા. વડોદરા | મહિસાગરના જંગલમાં 4 મહિના પહેલા વાઘ હોવાની વનવિભાગને જાણ હોવા છતાં તેના ભોજનની પૂરતી વ્યવસ્થા નહિ કરતાં અંતે વાઘને ભૂખે મરવાનો વારો આવ્યો હોવાનું અનુમાન છેે. ન્યૂઝ પોર્ટલ ફસ્ટ પોસ્ટમાં અજય સૂરીએ 22 ફેબ્રુઆરીએ મહિસાગરનું જંગલ વાઘ જેેવા વાઇલ્ડ એનીમલ માટે અનુકૂળ નહિ હોવાનું કહી વાઘ અહિ લાંબો સમય ટકી નહિ શકે તેવો ઇશારો કર્યો હતો. ફોર્મર પ્રિન્સિપલ ચિફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ઓફ ગુજરાત છવીનાથ પાંડેએ પણ 1986-87 સુધી મહિસાગરના જંગલોમાં 5થી 6 વાઘ હતા,જોકે લાંબા સમય સુધી શિકાર ન મળવાના કારણે તેઓ અહિ નહીં રહી પાછા જતા રહ્યા હોવાનું પણ તેમાં જણાવાયું હતું. લુણાવાડા કંતારના જંગલમાં બુધવારે વાઘના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ અાપવામાં આવ્યો હતો. અલબત્ત, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ જાણી શકાશે.

વાઘનો ખોરાક અને પેટર્ન અંગે ઝીણવટભર્યા અભ્યાસનો અભાવ મોતનું કારણ?
દીપડાંને સાચવવામાં માહેર મહિસાગર વનવિભાગ વાઘને બચાવવામાં કાચુ પડ્યું છે. લુણાવાડા અને સંતરામપુરમાં લોકોએ વાઘ જોયો હોવાનું કહેતા હતાં. 4-5 મહિના પહેલા વાઘના ફૂટ માર્ક અને ડ્રોપિંગ સહિતના નમૂના મળ્યા હોવા છતાં વનવિભાગે દીપડો હોવાનો જ રાગ આલાપ્યો હતો. વનવિભાગના સંત પ્લોટમાં જ 4 મહિના પહેલા એક સિક્યુરિટી જવાને નરી આંખે વાઘને જોયો હતો અને તેણે 15 લોકોને બતાવ્યો પણ હતો પરંતુ ઉચ્ચ અધિકારીઓએ તેને દીપડામાં ખપાવી દીધો હતો.

હર્ષદી માતાના મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ બે-અઢી મહિના પહેલા મંદિર બહાર કીચડમાં ફૂટ માર્ક પડ્યા હતાં. વનવિભાગના અધિકારીએ જ જાણ કરી હતી કે વાઘના પંજાના નિશાન છે. તમારા પશુ બહાર ના બાંધશો. લુણાવાડાના ઇનચાર્જ આરએફઓ રોહિત પટેલને પણ દોઢ મહિના પહેલા દીપડા કરતા મોટા ફૂટ માર્ક મળ્યા હતાં. જે વાઘના હોવાનું તેઓ જાણતા હતા પરંતુ પાછળથી મોટા પંજા વાળો દીપડો હશે, કદાચ ગુજરાતમાં આવો પહેલો દીપડો હશે કહી વાતને આડા પાટે ચડાવી દીધી હતી.શિક્ષકનો ફોટો વાયરલ થયા બાદ નાઇટ વિઝન કેમેરા ગોઠવી સર્ચ ઓપરેશન કરાવ્યું હતું અને 3 દિવસમાં જ વાઘને શોધી કાઢ્યો હોવાનું નાયબ વન સંરક્ષક પરમાર કહી રહ્યા છે પરંતુ 4 મહિનાથી ફૂટ પ્રિન્ટ, મોટા મારણની નિશાની મળવા છતાં કેમેરા ગોઠવવાની તસ્દી લીધી ન હતી. એટલું જ નહિ,વાઘની જાહેરાત કર્યા બાદ પણ વનવિભાગમાં એકશન પ્લાનનો અભાવ હતો. વાઘનું બિહેવીયર કેવું હતું ω રૂટ કયો હતો, તેની પેટર્ન કેવી હતી, કયા પ્રકારનો શિકાર કરતો હતોω , કેટલા દિવસે શિકાર કરતો હતો ω કેટલો ખોરાક હતો ω તેનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ થયો ન હતો. વાઘના પૂરતા ખોરાકની પણ વ્યવસ્થા કરી ન હતી તેમજ વાઘને ટ્રેક કરનાર એક્સપર્ટની મદદ પણ વનવિભાગે લીધી ન હતી.

ગુજરાતના એક માત્ર એવો વાઘ નું વન વિભાગની લાપરવાહીથી ભેદી મોત થતાં વન વિભાગે તેનું પી એમ કરાવી અંતિમ વિધિ કરી હતી. તસવીર જીગર પંડ્યા

અેકશન પ્લાનમાં ખામી રહી ગઇ હોય તો આવું થાય
વર્ષ 2017માં વાઘ દેવાસથી નીકળ્યો ત્યારથી અમે 30 જણ તેને ટ્રેક કરી રહ્યા હતાં. 25 દિવસ સુધી એક જ જોડી કપડાંમાં તેની પાછળ હતો. ગુજરાત બોર્ડર પાસે પહોંચ્યો પછી પરત ફર્યો હતો. ગુજરાત માટે એ સ્પેશિયલ હતો. મારા મત મુજબ એક્શન પ્લાનમાં કોઇ ખામી રહી ગઇ હશે તો આવું થયું હોય. પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડશે કે ક્યાં ચૂક થઇ છે. વાઘ માટે એકશન પ્લાનની શું કાર્યવાહી કરાઇ છે તેની અમને જાણ નથી પરંતુ 10-15 હજાર સ્કે. ફૂટનો એક વાડો બનાવી વાઘને શીફ્ટ કરી નિગરાની રાખી શક્યા હોત, આ વાડામાં જંગલી સુવર, હરણ જેવા શિકાર કરતો. તેના પંજાના નિશાનની મદદથી 100 -150 મીટર દૂરથી તેને ટ્રેક કર્યો હોત. ચોકીદારને તાલીમ આપી હોત. ત્યાં શું કર્યું છે તે અમને ખબર નથી. વિવેક પગારે, વન્ય જીવ વિશેષજ્ઞ, ઉજ્જૈન

વાઘનો શિકાર થયો નથી- વનવિભાગ
વાઘનો શિકાર થયો નથી , નખ-દાંત બધુ જ સલામત છે

જંગલમાં જ 9 જણની પેનલે સ્થળ પર પેનલ પોસ્ટમોર્ટમ કર્યું છે અને સેમ્પલ લઇ તપાસાર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે,તેના પર ઇજાના નિશાન નથી, ચામડીનો એકપણ વાળ ઉખડ્યો નથી, તેના 18 નખ- દાંત સહિતના બધા જ અંગો સલામત છે. મૃતદેહને અગ્નિદાહ પણ આપી દેવાયો છે. વાઘ માટે અમે એકશન પ્લાન કર્યો હતો. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની ગાઇડ લાઇન મુજબ કાર્યવાહી કરતા હતા, આર.એમ.પરમાર, નાયબ વન સંરક્ષક, લુણાવાડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો