3 દિવસમાં બે વાર અજાણ્યા શખ્સો કેબલ કાપી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના વેજલિયા ગામની સીમમાં ખેતરમાંથી ત્રણ દિવસમાં બે વખત અજાણ્યા શખ્સો કેબલ કાપીને લઇ ગયા હતાં. સંખેડા તાલુકાના નાગરવાડા ગામ નજીક ઉચ્છ નદીના પટમાં નાગરવાડા લિફ્ટ ઇરિગેશન યોજના ચાલે છે.જેમાંથી પાણી લઇ ખેતી કરવા માતે વરદાન ઉદવહન સિંચાઇ મંડળ ચાલે છે.આ મંડળના પ્રમુખ જયેશભાઇ જેઠાભાઇ રોય દ્વારા આજે સંખેડા પોલીસમાં અપાયેલી અરજીમાં જણાવાયા મુજબ વેજલિયા ખાતે આવેલી ઓરડીમાંથી વિજ કનેકશન માટે વપરાતો કેબલ 70 મીટર બોર ટ્યુબવેલથી અનેક વખત અજાણ્યા શખ્શો કાપી લઇ ગયા છે.અગાઉ પણ તા.1ના રોજ પણ કેબલ ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશને આપી હતી. અવાર-નવાર કેબલ કપાતા ખેડુતો પરેશાન બનેલા છે.

અન્ય સમાચારો પણ છે...