કઠલાલમાં પુત્રવધૂ બાબતે ઝઘડો થતાં હુમલો : 3ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : ગોગજીપુરામાં રહેતા અર્જુન ડાહ્યાભાઇ ઝાલાએ નજીકમાં રહેતા ભરતભાઇ બેચરભાઇ ઝાલાને મારા દીકરા જગદીશે તમારી પુત્રવધુ નીતાબેનની ક્યાં ખોટી વાત કરી છે ? તેમ કહી અપશબ્દો બોલી તકરાર કરી હતી. ઉશ્કેરાયેલા અર્જુને તેના હાથમાની લાકડી વિનુભાઇ સોલંકીને મારી હતી. જેથી મુકેશભાઇ અને પુત્રવધુ નીતાબેન વચ્ચે છોડાવવા પડતાં શાંતિભાઇ ઝાલાએ લોખંડની પાઇપ મુકેશભાઇને મારવા જતાં, નજીકમાં ઉભેલા કાંતાબેનને વાગી હતી. લીલાબેને ઇંટનો ટુકડો ભરતભાઇને મારતાં ઇજા થઇ હતી. ભરતભાઇ ઝાલાની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...