તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડલમાં ટ્રેક્ટર ચાલકની બાઇક ચાલકને મારી નાખવાની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલમાં દસાડા માર્ગ પર ઇન્દિરાનગર પાસે માંડલના એક ટ્રેકટર ચાલકે રોંગ સાઇડમાં ચલાવી સામે આવેલા બાઇક ચાલકે સમય સુચકતા વાપરી બાઇક સાઇડમાં ઉતારી લઇ લેતા અકસ્માત થતાં બચી ગયો હતો. ત્યારે ટ્રેકટર ચાલકે અને ટ્રેકટરમાં બેસેલા બે ઇસમોએ બાઇક ચાલકને મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા માંડલ ગામમાં રહેતા મહેશભાઇ અને કલ્પેશ મહેશભાઇ અને ગોપાલભાઇ સામે માંડલ પોલીસ સ્ટેશનમંા ફરિયાદ નોંધાઇ છે. જેની તપાસ ચંદુજી કનુજી ઠાકોર કરી રહ્યા છે.

ફરિયાદી રેખાબેન દિનેશભાઇ પરમાર રહે. ધામા તા.પાટડી જેમણે માંડલ પોલીસ સ્ટેશનમંા ફરિયાદ નોંધાવી હતી કે ધામ ગામે સીએચસીમાં નર્સ તરીકે ફરજ બજાવતા રેખાબેન અને તેમના પતિ દિનેશભાઇ જે રવિવારના રોજ રજા હોવાથી રેખાબેન અને તેમના પતિ અને તેમનો નાનો દીકરો ત્રણેય પોતાનું બાઇક લઇ નાના ઊભડા ગામે જવા નીકળ્યા હતા. જયાં દસાડા- માંડલ હાઇવે રોડ પર સરકારી આઇટીઆઇ કોલેજ પાસે ઇન્દિરા પરામાં જવાના વળાંક ઉપર રોંગ સાઇડમાં ટ્રેકટર ચલાવી અને સામે આવી રહેલા બાઇક ચાલકે સાવચેતીથી સાઇડમાં લઇ લીધા હતા. જેથી અકસ્માત થતાં બચી ગયો હતો. ત્યારે ટ્રેકટર ચાલક અને ટ્રેકટરમાં બેસેલા બે અન્ય ઇસમો દ્વારા અપશબ્દો બોલી મુઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ટ્રેકટર ચાલક મહેશભાઇ અને કલ્પેશ મહેશભાઇ અને ગોપાલભાઇ (તમામ રહે. માંડલ) વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...