ડભોઇના જવાહરબાગમાં પર કાંટાળી વનસ્પતિ નાખી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇ સરીતા ક્રોસિંગ પાસે આવેલા જવાહરબાગમાં તંત્ર દ્વારા રમત ગમતની લસરપટ્ટી તુટેલી હાલતમાં હોઇ તેને રીપેર કરાવવાને બદલે તેની ઉપર કાંટાળી વનસ્પતિ નાખી દીધી છે.

બાળકો રમત ગમત માટે ડભોઇના એક માત્ર કાર્યરત કહેવાય તેવા સરીતા ક્રોસિંગ પાસે જવાહરબાગમાં આનંદ માટે જતા હોય છે પરંતુ બાગોમાં બાળકો માટેના રમત ગમતના સાધનો કેટલીક જગ્યાએ તૂટી ગયા છે. જે રિપેર કરવા માંગ ઉઠવા પામી છે. ડભોઇની જનતા સાંજના સમયે ઠંડકની અનુભુતી કરવા માટે ડભોઇમાં આવેલા બાગમાં જતા હોય છે આમ તો ડભોઇમાં ચાર બાગ નગરપાલિકા હસ્તકના આવેલા છે. જેમાં હિરાભાગોળ પાસે આવેલ સયાજીબાગ જે નગર પાલિકાની નિષ્કાળજીને ભોગે બંજર બની ગયો છે. જેનું માત્ર બોર્ડ જ દેખાય છે તો શહેરની મધ્યમાં આવેલ મોતી બાગને પણ ડભોઇના મધ્ય તળાવના બ્યુટીફીકેશનને કારણે છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી મોતીબાગમાં શાક માર્કેટનું સ્થળાંતર કરવાથી આ બાગ પણ ઉપયોગ થઇ શકે તેમ નથી અને આંબેડકર ચોક પાસે આવેલા રંગ ઉપવન બાગ અને સરીતા ક્રોસિંગ ડભોઇ પાસે આવેલા જવાહર બાગનો વધુ ઉપયોગ લોકો કરે છે ત્યારે આ બાગમાં હાવે આવી રહેલા ઉનાળુવેકેશનમાં બાળકોને રમત ગમતના સાધનો પુરતા ન હોઇ અને જે છે તે પણ તુટી ગયા હોઇ બાળકો રમત ગમત માટે બાગમા આવે પણ સાધનોની અછતને કારણે નિરાશ થઇ જાય છે.

પાલિકા તંત્ર દ્વારા જવાહર બાગમાં મુકેલા રમત ગમતના સાધનોમાં લસરપટ્ટીનું પ્લાસ્ટિક તુટી ગયુ હોઇ જેનો ઉપયોગ કોઇ ન કરી શકે તે માટે કાંટાડી વનસ્પતી મુકી દેવાઇ છે પરંતુ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા બાગના રમત ગમતના સાધનોની મરામત કરાવે અને જેનો ઉનાળુ વેકેશનમા બાળકો લાભ લઇ શકે તેવી માંગ ઉઠવા પામી છે.

ડભોઇના જવાહરબાગમાં લસરપટ્ટી રીપેર કરાવવાને બદલે તેની ઉપર કાંટાળી વનસ્પતિ નાખી દેવાઇ.-શૈલેષ માછી

અન્ય સમાચારો પણ છે...