તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાસરાના સાંઢેલી ગામે લગ્નમાં જવાની ના પાડતાં મારમાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ | ઠાસરા તાલુકાના સાંઢેલી ગામે રહેતા બુધાભાઇ જેણાભાઇ સોલંકીએ તેમની ભત્રિજા વહુ હિરાબેન વિઠ્ઠલભાઇ સોલંકીને ઠપકો કરીને કહ્યું હતું કે, તારે રમેશભાઇ સોલંકીના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું નથી. હિરાબેને તેના ભાઇને ઠપકા બાબતે જાણ કરતાં, નરેશભાઇ ભલાભાઇ પરમાર અને સમુબેન ભલાભાઇ પરમાર ત્યાં આવી પહોંચ્યા હતા અને બુધાભાઇને અપશબ્દો બોલી તકરાર કરતાં, બુધાભાઇએ અપશબ્દો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા નરેશભાઇએ લાકડીથી માર માર્યો હતો. આ મામલે બુધાભાઇની ફરિયાદના આધારે ઠાસરા પોલીસે ગુનો નોંધી નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...