તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધી બાદ ખિસ્સામાં પૈસા રહ્યા નથી : હાર્દિક પટેલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવાલીયા ખાતે કચ્છ કડવા પાટીદાર સમાજ વાડીમાં કોંગ્રેસનો તાલુકા સંવાદ કાર્યક્રમ હાર્દિકની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર શાબ્દીક પ્રહાર કર્યાં હતાં. જેમાં નોટબંધીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, નોટબંધી બાદ કોઇના ખિસ્સામાં પૈસા રહ્યા નથી. તમામ લોકોના પૈસાનો ટેક્સ લઇ સરકાર વિકાસની વાતો કરે છે.

વધુમાં હાર્દિક પટેલે આ સભાને સંબોધતા કોંગ્રેસ સંગઠન મજબૂત કરી આવનારી 2022ની વિધાનસભામાં કોંગ્રેસની 120થી વધુ બેઠક લાવી સરકાર બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત 25 વર્ષથી ભાજપની સરકારમાં ખેડૂતો પાયમાલ થયા છે, પાક વીમો મળતો નથી. મહિલાઓ સુરક્ષિત નથી, શિક્ષણનું મોટાપાયે વેપારિકરણ થઈ રહ્યું છે. મારા જન્મ પછી હજુ એક પણ વાર કોંગ્રેસની સરકાર આવી નથી. આવનાર માર્ચ મહિનામાં ભાજપ સરકાર દ્વારા 500 પ્રાથમિક શાળાઓ બંધ થવાની છે એ ભાજપની મોટી નિષ્ફળતા છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, કાન્તીભાઈ પરમાર, ઇન્દ્રજીતસિંહ ઝાલા અને રાજેશ ઝાલા,ખેડા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ હાજર રહ્યાં હતાં. જેમાં તમામ લોકોએ પોતાના પ્રવચનમાં આવનારી તાલુકા પંચાયત અને નગર પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બને અને સંગઠન મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો