તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરામાં 10 દિવસથી સ્ટેમ્પની અછતથી પ્રજા પરેશાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં છેલ્લા 10 દિવસથી સ્ટેમ્પ પેપરની ભારે તંગી વર્તાઈ રહી છે. તેના કારણે સામાન્ય પ્રજાથી માડી વિદ્યાર્થી ખેડૂતો દર્દીઓ, વેપારીઓને અગવડ પડી રહી છે અને ઇ-સ્ટેમ્પિંગ માટે લાંબી લાઈનોમાં સવારથી લોકો ઉભા રહે છે ત્યારે માંડ બપોર પછી સ્ટેમ્પ મળે છે. જેથી તંત્ર આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

પાદરામાં 10થી વધુ સ્ટેમ્પ વેન્ડર છે છતાં સ્ટેમ્પ પેપર મળતા નથી. આ અંગે તપાસ કરતા માહિતી મળી હતી કે માર્ચ એન્ડ પૂરો થતા તમામ 10 સ્ટેમ્પ વેન્ડરોએ નવા વર્ષના લાયસન્સ રીન્યુ કરવાની અરજી નાયબ કલેક્ટર એસડીએમને અરજી કરી છે. આ અંગે અનેક મૌખિક રજૂઆત કરી પણ સમગ્ર તંત્ર લોકસભાની ચૂંટણીમાં લાગેલ હોય તેમ દેખાઈ રહ્યું છે. જેથી સ્ટેમ્પ વેન્ડરોનો અવાજ અધિકારીઓને સંભળાતો નથી લાગતો આને કારણે પાદરાની પ્રજા હેરાન પરેશાન થઇ ગઈ છે.

હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પુરી થઈ છે વિવિધ જગ્યાએ પ્રવેશ મેળવવા સોગંદનામા માટે, આવકના દાખલા માટે, મોર્ગેજ માટે, માં કાર્ડ કઢાવવા, જામીન માટે, તમામ પ્રકારના દસ્તાવેજ માટે લેખો લખવા સહિતના કામો માટે સ્ટેમ્પ પેપરની જરૂર પડે છે. ત્યારે 10 સ્ટેમ્પ વેન્ડરો નવરા ધૂપ બેઠા કામ વગરના છે. જ્યારે ઇ-સ્ટેમ્પમાં 10 ગણી પ્રજા લાંબી લાઈનોમાં નોકરી , ભણતર, મહિલાઓ બાળકોને છોડી યુવાનો કલાકો સુધી ભૂખ્યા તરસ્યા ઈ-સ્ટેમ્પ કઢાવવા ઉભા છે. તંત્ર તાત્કાલિક આ કુત્રિમ તંગી અને લોકોને પડતી મુશ્કેલી દૂર કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

પાદરામાં છેલ્લા 10 દિવસથી સ્ટેમ્પ પેપરની ભારે તંગી વર્તાઈ રહી છે. જેથી ઇ-સ્ટેમ્પિંગ માટે લાંબી લાઈનોમાં સવારથી લોકો ઉભા રહે છે. ગોપાલ ચાવડા

અન્ય સમાચારો પણ છે...