તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુર પાલિકા દ્વારા પ્લાસ્ટિકની બેગો પકડી પણ કોઇ નિકાલ થયો નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના આદેશ મુજબ 50 માઇક્રોન કરતા નીચી પ્લાસ્ટિકની બેગો તથા પ્લાસ્ટિકના કપનું ચેકિંગ કરીને માલ નગરપાલિકાએ જપ્ત કરવા આદેશ કર્યો હતો. જે સંદર્ભે પાલિકાએ જુદી જુદી દુકાનોમાં દરોડા પાડીને અંદાજે એક લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. એ પકડાયેલ સ્ટોક આજેપણ નગરપાલિકામાં છ મહિના થયા છતાં પડી રહ્યો છે. 50 માઈક્રો કરતા નીચી બેગો અને ગ્લાસ ધૂમ બજારમાં વપરાય છે. છતાં કોઈ પગલાં નહીં ભરાતા ગટરો રસ્તા ઉપર બેગો પડેલી હોય આ પાતળી બેગો ખાતા 5 જેટલી ગાયોના મોત પણ થયા છે. પકડાયેલ પ્લાસ્ટિકની બેગોનો નિકાલ શું કરવો એની પાલિકા તંત્ર પાસે કોઈપણ ગાઈડલાઈન નથી. પ્લાસ્ટિકની બેગો કઈ કક્ષાની છે. એની જાણકારી મેળવવા માટે કોઈ સાધન પણ નથી. નગરપાલિકા પ્રાદેશિક અધિકારીની સૂચના મુજબ પાલિકા તંત્ર પ્લાસ્ટીકની બેગો અને ગ્લાસની થિકનેસ માપવા માટેનું મશીન મંગાવી લીધું છે. પરંતુ તેનો ઉપયોગ કર્યો નથી. 50 માઇક્રોન કરતા નીચેની થેલીઓ નગરના રોડ ઉપર ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...