તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રક ચાલકે ટક્કર મારતા મુજપુરના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરાના મુજપુર ગામનો યુવાન બાઈક લઈને રાત્રીના સમયે નોકરી જઈ રહ્યો હતો. ત્યારે અજાણી ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે જ યુવાનનું મોત થયું હતું.જોકે ટ્રક ચાલક અકસ્માત કર્યા બાદ ભાગી છુટ્યો હતો.

મુજપુર ગામે પટેલ વગામાં રહેતા ચેતન બુધાભાઈ પરમાર રવિવારે રાતે પોતાના ઘરેથી નજીકની કંપનીમાં બાઈક ઉપર નોકરી જઈ રહ્યા હતો. કેનાલ ચોકડી પહોંચતા પાછળથી અજાણ્યા ટ્રકના ચાલકે યુવાન ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ ઉપર તેનું મોત થયું હતું. જોકે અજાણી ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ લોકોને થતાં તેના પરિવારને જણાવી અને પાદરાની સરકારી હોસ્પિટલમાં પીએમ કરવાની તજવીજ કરવા પોલીસને જાણ કરી પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરી અજાણી ટ્રક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં મોતને ભેટલે યુવાન તથા તેની મોટરસાઇકલ દ્રશ્યમાન થાય છે.ગોપાલ ચાવડા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો