તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હરણમાળનો યુવાન સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરા|પાદરા તાલુકાના મહૂવડના હરણ માળ ગામે રહેતો યુવક નજીકના ગામની જ સગીરાનું લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ વડુ પોલીસ સ્ટેશન નોંધવા પામી છે. પાદરા તાલુકાના હરણમાળ ગામે રહેતો યુવક મેહુલ રાજેશ પઢીયાર તા.17/9/19 ના રોજ 11 કલાકે નજીકના ગામની સગીરાને લગ્નની લાલચ આપી પટાવીને ભાગી ગયો હતો. જેમાં સગીરાના વાલીઓએ શોધખોળ કરવા છતાં મળી ન હતી. બાદમાં જાણવા મળ્યું કે હરણમાળનો મેહુલ તેમની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે. જેથી સગીરાના પરિવારે ગુરુવાર વડુ પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...