લખતર લુહાર-સુથાર સમાજના ત્રીજા સમૂહલગ્નોત્સવમાં યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર ખાતે લુહાર-સુથાર જ્ઞાતિનો ત્રીજો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયુ હતુ. સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે ઉપર આવેલ કંપાઉન્ડમાં યોજાયેલઆ સમુહલગ્નોત્સવમાં 6 યુગલો લગ્નગ્રંથીથી જોડાયાં હતાં.

લખતર ખાતે લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા13 ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગર - વિરમગામ હાઇવે ઉપર સુનિલ ટ્રેલર કંપાઉન્ડમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યુ હતું. જેમાં છ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. આ સમૂહ લગ્નોત્સવમાં ટીકર નર્મદેશ્વર આશ્રમનાં શિલાગીરી માતાજીએ નવયુગલોને આશિર્વચન પાઠવ્યા હતાં.આ પ્રસંગે મુખ્ય યજમાનપદે મૂળ લખતરનાં અને હાલ અમદાવાદ રહેતાં હરજીવનભાઈ ગણેશભાઈ રાઠોડ જ્યારે સુરેન્દ્રનગરનાં તમામ તાલુકાનાં લુહાર - સુથાર સમાજના પ્રમુખો, ટ્રસ્ટીઓ, આગેવાનો હાજર રહ્યાં હતાં. આ સમૂહ લગ્નોત્સવમાં તમામ દિકરીઓને ઘર-વખરીની ચીજ-વસ્તુઓ સહિત એકસોથી વધુ ચીજ-વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી.આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, સમૂહલગ્ન આયોજન સમિતિ, વિશ્વકર્મા યુવક મંડળ, રાધે મહિલા મંડળે પ્રયાસ કર્યા હતા.

દિકરીઓને એકસોથી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં અપાઈ

_photocaption_{ લખતરમાં લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા ત્રીજા સમૂહલગ્નોત્સવનું આયોજન કર્યુ હતુ.*photocaption*
અન્ય સમાચારો પણ છે...