તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલીપુરામાં વિવાદી રોડનું કામ અકળાયેલા રહીશોએ અટકાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકા મથકને અડીને આવેલા અલીપુરા વિસ્તારની સાધના નગર સોસાયટી નાં મહિલા સહિતના રહીશોએ ગ્રામ પંચાયત કચેરી દ્વારા સોસાયટી માર્ગે કોમ્પ્લેક્સ સુધી બનતા અધુરા રોડનાં વિરોધમાં હલ્લો મચાવ્યો હતો, છેવટે રોડનું કામ અટકાવીને પૂરો રોડ બનાવવાની ખાતરી મળતા રહીશો ચાર કલાકનાં ગ્રામ પંચાયતમાં નાખેલા ધામા પછી રવાના થયા હતા. અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત દ્વારા અલીપુરા વિસ્તારની સાધનાનગર સોસાયટી જવાના માર્ગે કોમ્પ્લેક્સ સુધી આરસીસી બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સોસાયટીનાં રહીશોની રોડ બનાવવાની વર્ષો જૂની માંગ હતી.પણ રોડ બનતો જ ન હતો.હવે આ માર્ગે શોપિંગ કોમ્પ્લેક્સ ઉભું થઈ રહ્યું છે.ત્યાં સુધી રોડ બનાવવાનું શરૂ થતાં જ સોસાયટીનાં રહીશો મહિલાઓ સાથે એકત્ર થયા અને પંચાયત કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો.ચાર કલાક સુધી રહીશોએ અડીંગો જમાવતા છેવટે એક સભ્યએ આવીને રહીશોએ ખાતરી આપીકે તમારી સોસાયટી સુધીનો પૂરો રોડ નહિ બને ત્યાં સુધી આ કામ બંધ રહેશે. જોકે સરકારી દવાખાનાને અડીને સોસાયટી તરફ જવાનો માર્ગ એક દિવસ અગાઉ જ આરસીસી બન્યો છે.

સરપંચના કોમ્પલેક્સ સુધી રોડ થતાં રજૂઆત કરી
 વર્ષોથી સોસાયટીનો રોડ બન્યો નથી અને સરપંચનાં કોમ્પ્લેક્સ સુધીજ રોડ બનતો હતો.તેથી ઉગ્ર રજુઆત કરવી પડી છે.પવન શાહ, કાર્યકર, સાધનાનગર, અલીપુરા.

અન્ય સમાચારો પણ છે...