તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધુકા ફલાય ઓવરનું કામ ગોકળ ગાયની ગતિએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધુકાની રેલવે લાઇન (ફાટક) ઉપર કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગર- હાઇવે ઉપર આશરે છેલ્લા 2 વર્ષથી ફલાય ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યું છે. ગોકળ ગાયની ગતિએ આ બ્રીજનું કામ ચાલતું હોય તેમ લાગે છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતો આ હાઇવે છે. બ્રીજનું કામ ચાલતું હોવાથી ટ્રાફિકને પણ (વાહનોને) સાચવીને ચલાવવા પડે છે. એક બાજુ જ્યાંથી બ્રીજ પસાર થાય છે તેની નીચે અમદાવાદ- બોટાદ રેલવે લાઇન બ્રોડગેજમાં પરીવર્તિત કરવાનું કામ ચાલે છે.

આ બ્રોડગેજ લાઇનનું કામ પણ ધીમું ચાલી રહ્યું હોય તેમ જણાય છે. ધંધુકાના ફલાય ઓવરબ્રીજનું બાંધકામ ઝડપી બને તેવી લોક લાગણી સાંભળવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...