તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છોટાઉદેપુરની ઓરસંગ નદી પર ચેકડેમનું કામ હાલ ચાલુ નહીં થાય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરની 40 હજારની વસ્તીને પાણીની મુશ્કેલી દૂર કરવા સરકાર દ્વારા 6 કરોડના ખર્ચે અલીરાજપુર બ્રિજ નજીક એક ચેકડેમ બનાવવાની નગરપાલિકા દ્વારા માંગણી કરાઇ હતી. એ મંજૂર થઇ એનું ટેન્ડર બહાર પડતા 35 ટકા ડાઉન ભરાતા ચેકડેમ રૂ 4 કરોડની રકમનો થઈ ગયો છે.

આ ચેકડેમ ઝડપથી બને આચાર સંહિતા નડે નહીં એ માટે નગરપાલિકા દ્વારા સાંસદ જોડે ખાતમુહૂર્ત કરાવી દીધું હતું. પાલિકાના તંત્રએ ચેકડેમનું કામ ચાલુ થાય અને ચોમાસા સુધીમાં પૂર્ણ થાય તો તેમાં પાણી ભરાય તો આવનાર વર્ષમાં પ્રજાને પાણીની મુશ્કેલી પડે નહીં તેવી આશાએ પાલિકાના સત્તાધીશો બેઠા હતા. પરંતુ તેમને ચેકડેમના કોન્ટ્રાક્ટરે નિરાશ કરી દીધા છે.

ચેકડેમની કામગીરી અંગે ઇન્ચાર્જ નગરપાલિકા પ્રમુખ ઝાકિરભાઈ દડીએ કોન્ટ્રાક્ટરનો ફોન ઉપર સંપર્ક કરતા એવો જવાબ મળ્યો હતો કે ચેકડેમની કામગીરી હાલમાં નહીં કરવાનું કોન્ટ્રાક્ટરે જણાવી દીધું છે અને કામગીરી ચોમાસા પછી થશે. તેમ ઇન્ચાર્જ પ્રમુખને કોન્ટ્રાક્ટરે જણાવી દીધું હતું. એવી વિગત ઇન્ચાર્જ પ્રમુખે ફોન ઉપર આપી હતી.

ચાલુ વર્ષે ચેકડેમ થઈ ગયો હોત ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...