તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનારી જિલ્લાની મહિલાઓનું સન્માન કરાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી મહીલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને સન્માન કરવાનો કાર્યક્રમ અમદાવાદ મકરબા ખાતે આવેલા પોલીસ હેડ કવાર્ટર્સ ખાતે પોલીસ અધીક્ષક રાજેન્દ્ર.વી.અસારીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયા, પી.ડી.મણવર, એસ.એચ.સારડા, રીયાઝ સરવૈયા હાજર રહ્યા હતા. તેમજ વિશેષ ઉપસ્થિતિ તરીકે રાકેશ પુજારા ફિલ્મ કલાકાર હાજર રહ્યા હતાં. કાર્યક્રમની શરૂઆત ધોળકા પ્રથામિક શાળાની બાળાઓ સ્વાગત ગીત રજુ કરીને મહેમાનો તથા શ્રોતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં મહિલા દિવસ અન્વયે વિવિધ વિષયો અને જીવનના મુલ્યોને અનુલક્ષીને મહિલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાના વકતવ્યો રજુ કર્યા હતા. આ પ્રસંગે ભારત દેશના સફળતામાં મહિલાઓના ઉદાહરણ ટાંકીને મહીલા પોલીસને પોતાની નોકરી ઉપરાંત કુટુંબ અને સમાજ વ્યવસ્થાનો ભાગ બની સફળ જીવન જીવવા પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિત વ્યાખ્યાતા વેદાંતા હિમેટો એન્કોલોજી ક્લિનકના ડૉ.દિપાબેન ત્રિવેદીએ મહીલા કર્મચારીઓ અને બાળકોની હેલ્થ માટે જરૂરી ધ્યાનમાં રાખવાની અને ન્યુટ્રીશન અંગેની બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને મનોરંજક બનાવવા માટે ઉભરતા મહિલા કલાકાર ઋત્વાબેન દવે સ્ટેન્ડઅપ કોમેડીયને હાસ્ય સભર રજુઆતો કરી હતી.તેમજ મહિલાઓને સેલ ડીફેન્સની તાલીમનું નિદર્શન કરીને બાળાઓએ આકર્ષણ ઉભુ કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ રાજેન્દ્ર અસારીએ પોતાનું વકતવ્ય આપી આગવી શૈલીમાં હાજર મહિલા કર્મચારીઓને જીવનના મુલ્યોનું જતન કરવાની અને સારામાં સારી રીતે પોલીસ ખાતાની ફરજો અદા કરવાની શીખ આપી હતી અને પોતાના વરદ હસ્તે સને 2019 ના વર્ષમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા મહિલા પોલીસ અધિકારી અને કર્મચારીઓને ટ્રોફી તથા સન્માનપત્ર એનાયત કરીને તમામના ઉત્સાહમાં વધારો કર્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્વેતા ડેન્ટલ્સએ
કર્યું હતું.

જિલ્લા પોલીસ દ્વારા બાવળામાં કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો